Abtak Media Google News

સાત વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા બાદ પ્રાઇવેટ પાર્ટમાં ડુચ્ચા ભર્યા

અઢી માસ પૂર્વેના બનાવમાં અદાલતનો સમાજમાં ધાક બેસાડતો ચુકાદો

કતારગામ વાળીનાથ ચોક વિસ્તારમાં સાત વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવાના ચકચારી કેસમાં નરાધમ મુકેશ પંચાલને કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ  તેને ફાંસીની સજા ફટકારતો હુકમ કર્યો હતો. તેમજ મૃતક બાળકીના પિતા કેસની વિગત ઍવી છે કે આરોપી મુકેશ ચીમનલાલ પંચાલે ગત તા 7 ડિસેમ્બરના રોજ સવારે તેના ઘર નજીક કુતરાને બિસ્કીટ ખવડાવવા નીકળેલ 6 વર્ષ 8 માસની બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી. બાળકીને પોતાના ઘરમાં ખેચી જઈ દુષ્કર્મ આચરી ગળુ દબાવી હત્યા કરી હતી. બાદ બાળકીની લાશને કોથળામાં પેક કરી બેડરૂમના પેટી પલંગમાં મુકી ઘરને તાળુ મારી ફરાર થઈ ગયો હતો.

Advertisement

પોલીસે ગણતરીના કલાકોમાં મુકેશ પંચાલની ધરપકડ કરી કોર્ટમાં ચાજશીટ  દાખલ કરી દીધી હતી. ગુરુવારે આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી મુકેશ પંચાલને દોષિત જાહેર કર્યો હતો ત્યારબાદ  સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા આરોપી મુકેશ પંચાલને ફાંસીની સજા આપવાની માગ કરતી ધારદાર દલીલ કરી હતી જેમાં તેઓઍ જણાવ્યું હતું કે માણસના રૂપમાં આ હેવાન મુકેશ પંચાલે બાળકી સાથે હેવાનિયતની તમામ પરાકાષ્ઠા પાર કરી દીધી હતી. બાળકી સાથે ક્રૂરતા પૂર્વક બળાત્કાર કર્યો હતો. બાળકી રડતી રહી હશે.

પરંતુ નરાધમને માસૂમ બાળકી સામે જરા પણ દયા આવી ન હતી. કારણ કે ફોરેન્સિક મેડિકલના ડોક્ટરની જુબાની અને તેના રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે, બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ડૂચા ભરાવી દીધા હતા. વધુમાં તેઓઍ જણાવ્યું હતું કે નરાધમની હેવાનિયતની હદ તો ત્યારે પાર થઇ ગઇ હતી. જ્યારે બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દીધા પછી તેની સામે જ તે પેટ ભરીને જમ્યો પણ હતો.કોર્ટે સરકારી દલીલની દલીલો ગ્રાહ્ના રાખી આરોપી મુકેશ પંચાલને ફાંસીની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.