Abtak Media Google News

10 માસ પૂર્વે બનેલા ગંભીર ગુનાના કેસમાં ગોંડલ કોર્ટનો મહત્વનો ચુકાદો

કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામમાં રહેતી 10 વર્ષની માસુમ સગીર બાળકીની એકલતાનો લાભ લઇ બદઇરાદાપૂર્વક તેની ઓરડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધનાર નરાધમ આરોપી સુનીલ જેપાલ અરકબંશીને આજીવન સખત કેદની સજા ફરમાવતી ગોંડલની પોકસો અદાલતે ફરમાવી છે.

કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામની જીઆઇડીસી ની ઓરડીમાં ભોગ બનનાર બાળકી એકલી હતી ત્યારે સુનીલ જેપાલ અરકબંશી જે જીઆઇડીસીમાં જ કામ કરતો હોય અને ભોગ બનનાર બાળકી ઘરે કયારે એકલી હોય તે બાબતે સારી રીતે જાણતો હોય ગઇ તા. 18-9-21 ના રોજ ભોગ બનનાર બાળકી ઉમર વર્ષ આશરે 10 ની ઓરડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી તેની એકલતાનો લાભ લઇ ભોગ બનનાર બાળકી સાથે બળજબરીપૂર્વક સંભોગ કરેલ અને ત્યારબાદ ભોગબનનાર બાનળકીના પિતાને ભોગ બનનાર બાળકીને સમગ્ર ઘટના ક્રમની જાણ કરતા તેઓએ આરોપી સુનીલ જેપાલ અરકબંશી વિરુઘ્ધ ભારતીય દંડ સહીતાની કલમ 376 (એ) (બી), 376 (3) 506, 450 તથા પોકસો એકટની કલમ 4 અને 10 મુજબનો ગુન્હો પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ.

કોટડા સાંગાણી પોલીસે આરોપી સુનીલ જેપાલ અરકબંશી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

બાદ આ કામના આરોપી સામે ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલુ સબબ ઉ5રોકત કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકાર તરફે કુલ 11 સાક્ષીઓને તપાસવામાં આવેલા સદર કામે કેસના મૌખિક પુરાવા અને લેખીત પુરાવાની હકીકતને તેમજ સરકારી વકીલ જી.કે.ડોબરીયાની ધારદાર દલીલો ને લક્ષમાં રાખી હાલમાં જ બદલી થઇ નિયુકત પામેલ એડીશન્લ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ડી.આર. ભટ્ટે એ આ કામના આરોપી સુનીલ જેપાલ અરકબંશીની આજીવન કેદ મુત્યુપર્યત ની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

પોકસોના આરોપીઓને દાખલારૂપ સજા જરૂરી

પ્રવર્તમાન સમયમાં ગુજરાત અને દેશભરમાં 18 વર્ષથી ઓછી ઉમરની સગીર વયની બાળકીઓને લલચાવી ફોસલાવી તેની સાથે બદકામ કરવા અંગેનાં કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે આવી ક્રીમીનલ સાયકોલોજી ધરાવતા વ્યકિતઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે નાની કુમળી વયની બાળકીઓમાં મેચ્યોરીટીનો અભાવ હોય તે સ્વભાવિક બાબત છે અને તેના કારણે ગુનાહીત માનસ ધરાવતી વ્યકિતઓ આવી નાની બાળકીઓનું શારીરીક શોષણ વધુને વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. અને આ કારણે જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતો કાયદો ઇ.સ. 2012માં અસ્તિત્વમાં આવેલ છે અને સદરહું કાયદાનું ઉલ્લધન કરનાર વ્યકિત પર ન્યાયપાલિકા કડક વલણ દાખવે  અને સદર કાયદાનું યર્થાથપણે પાલન થાય તે પ્રવર્તમાન સમાજમાં ખુબ જ જરુરી છે અને સમાજમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે ક્રિમીનલ સાયકોલોજી ધરાવતા વ્યકિત ભયભીત બને અને આવા બનાવોનું પ્રમાણ ઘટે તે પણ અગત્યનું અને જરુરી જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.