Abtak Media Google News

બાટવામાં એક ગર્ભવતી યુવતીએ બાળકના જન્મ આપ્યા બાદ દુષ્કર્મ આચાર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા બાટવા પોલીસે યુદ્ધની ફરિયાદ લઈ મહારાષ્ટ્રના એક અશક સામે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર માણાવદર તાલુકાના બાટવા ગામે રહેતા મુળ મહારાષ્ટ્રના દેવીખીન્ડી જી.સાગલી ગામના વતની રીતીકા રામભાઇ સંદીપાન  (ઉવ.20) એ મહારાષ્ટ્રના કુકડવાડ ગામે રહેતા શકલીન હશન નાદાફ નામના શખ્સ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,  આજથી આઠ નવ માસ પહેલા યુવતી પોતાના ઘરે એકલા હતા તે દરમ્યાન આરોપી શકલીન હશન નાદાફ યુવતીના ઘરે ગયો હતો અને યુવતીની ઇચ્છા વિરૂધ્ધ બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યું હતું અને  ગર્ભ રાખી દીધેલ હતો.

Advertisement

યુવતીની આ ફરીયાદના આધારે બાટવા પીએસઆઇ જે એમ કછોટે તપાસ હાથ ધરી છે તથા દુષ્કર્મ આચરનાર મહારાષ્ટ્રના શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. દરમિયાન બાટવા પીએસઆઇ કછોટના જણાવ્યા અનુસાર ભોગ બનેલ યુવતીએ એક બાળકને જન્મ આપ્યો હતો અને તે બાળકનું ગઈકાલે મૃત્યુ પણ થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.