Abtak Media Google News

20 વિદ્યાર્થી અને મુસફરોનો આબાદ બચાવ! મોટી જાનહાની ટળી

ઉપલેટામાં આજે વહેલી સવારે રિવર્સ આવતી ઓડ એસ.ટી. બસ નાલા નીચે ઉતરી જતા લોકોમાં નાશ ભાગ મચી જવા પામ્યો હતો. પરંતુ નાલા પર બસ અટકી જતા તેમાં બેઠેલા ર4 વિઘાર્થીઓ સહીત અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત તથા વિગતો મુજબ ઉપલેટા એસ.ટી. ડેપોની બસ નંબર જીજે 18 ઝેડ 6697 આજે સવારે મોજીરા સહિત ગામના ર0 જેટલા વિઘાર્થીઓ લઇને ઉપલેટા તરફ આવી રહી હતી ત્યારે ખાખીજાળીયા રોડા ઉપર આવેલા સોનલ નગર પાસે એસ.ટી. બસને ડ્રાઇવરે રિવર્સમાં લેતા સમય ચુકતા જતા નાાલામાં નીચે ઉતરી જતા નાલામાં ટિંગાઇ ગઇ હતી સદનસીબે બસમાં મુસાફરી કરેલા વિઘાર્થીઓ ડ્રાઇવર અને કંડકટરને કોઇ ઇજા થવા પામી ન હતોી એસ.ટી. બસમાં પણ સામાન્ય નુકશાની થયેલ જોવા મળ્યું હતુઁ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.