Abtak Media Google News
  • મનોરથ બાદ કેરી 324 આંગણવાડી દ્વારા 10,000 થી વધુ બાળકો સુધી પ્રસાદ રૂપે પહોંચાડાઇ

ઉનાળામાં ફળોનો રાજા ગણાતી કેસર કેરીનો સોમનાથ મહાદેવને ભવ્ય મનોરથ કરવામાં આવે છે. સોમનાથ મહાદેવને ભીમ અગિયારસના પવિત્ર અવસર પર 2500 કિલોથી વધુ કેસર કેરીનો શૃંગાર કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના સંકલન સાથે વેરાવળ તાલુકાની 324 આંગણવાડીના 10,000 થી વધુ બાળકો સુધી આ કેરી પ્રસાદ સ્વરૂપે પહોંચાડવામાં આવી હતી.

આ અગાઉ પણ કેરીના મનોરથ બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ તેમજ જૂનાગઢના દિવ્યાંગ ગૃહોમાં પ્રસાદ સ્વરૂપે કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં અનેકવિધ લોક ઉપયોગી કાર્ય કરી રહ્યું છે. જેમાં પ્રતિમાસ આરોગ્ય ચિકિત્સા કેમ્પ હોય કે પછી કુપોષિત બાળકોને ચીકી વિતરણ કરી અને સુપોષિત બનાવવાનો અભિયાન સોમનાથ ટ્રસ્ટ હંમેશા સામાજિક જવાબદારી નિભાવવામાં અગ્રેસર રહ્યું છે. તેવી જ રીતે પ્રત્યેક કેરીની સીઝનમા આંગણવાડી અને દિવ્યાંગ ગૃહોને કેરીનું વિતરણ કરી સોમનાથ ટ્રસ્ટ મહાદેવનો કૃપા પ્રસાદ દિવ્યાંગ જનો અને નાના ભૂલકાઓ સુધી પહોંચાડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.