Abtak Media Google News

સમગ્ર વિશ્વ જયારે ૮ માર્ચ વિશ્વ નારી દિવસની ઉજવણી કરે છે ત્યારે વંદન એ ભારતીય સંસ્કૃતિ ને કે જેના સનાતન મુળમા જ શકિત સ્વરુપ  નારી  છે જે સંસ્કૃતિમાં નારીનું સ્થાન માતા છે. જે વિશ્વમાં બિજે કયાંય નથી ભારતીય સંસ્કૃતિમાં વેદો ઉપનિષદો અને આસોનું સર્જન અને સર્જક નારી છે અહીં રધુપતિ અને કૌશલ્યાનંદન કહેવાય છે અને કૃષ્ણ દેવકી નંદન ભારતીય સંસ્કૃતિમાં વિરોને જન્મ આપનાર પણ નારી છે. અને અસુરી તત્વોનો નાશ કરનાર પણ નારી છે. અનત્યારે વિશ્વ જેને હવે સમજવું તેને આપણી સંસ્કૃતિ સદીઓથી સમજતી આવી છે. ત્યારે આજની ભારતીય નારીને એટલો જ સંદેશ કે તમારા પગ ઉપર ઊભા થાય હિંમત થશેે મજબુત બની જવાબદારી ઉઠાવો તેમજ તમારા ભાગ્ય વિધાતા છો તેમ જાણો જરુર હોય તેવી બધી શકિત બધીજ સહાય તમારી અંદર જ છે. તેથી નિર્બળતા ને ત્યાજી અને તમારા ભવિષ્યનું સર્જન તમે જ કરો તેની શુભેચ્છા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.