Abtak Media Google News

આસપાસના ચાર ગામોને પાણી મેળવવામાં સંકટ: વિરોધ પક્ષના નેતા સહિતની ટીમે મુલાકાત લીધી

જામનગર થી કનસુમરાને જોડતા માર્ગ પર છેલ્લા એક વર્ષથી સી.સી. રોડનું કામ ચાલી રહ્યું છે, જે સ્થળે નર્મદા ની પાણીની પાઇપલાઇનમાં લીકેજ થઈ જતાં ભારે હાલાકી વિઠવી પડી રહી છે. એટલું માત્ર નહીં આસપાસના ચાર ગામોને પાણી વિતરણ માં પણ વિક્ષેપ થઈ રહ્યો છે. જે પ્રશ્નને લઈને મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની ટીમ  ઘટના સ્થળે પહોંચી હતી, અને યોગ્ય કરવા મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી છે.

Advertisement

જામનગર થી કનસુમરા ને જોડતા માર્ગ પર જાડા દ્વારા સીસી રોડ નું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં અડધો રોડ થયો છે, જ્યારે અડધો રોડ બાકી છે. અને છેલ્લા એક વર્ષથી કામ મંદગતિએ ચાલી રહ્યું છે.  એટલૂં જ માત્ર નહીં આ ખોદકામ દરમિયાન નર્મદાની પાણીની પાઇપલાઇનમાં લીકેજ થઈ ગયું હોવાથી માર્ગ પર પાણીના કારણે કાદવ કીચડ નું સામ્રાજ્ય પણ છવાયેલું રહે છે. ઉપરાંત આસપાસના ગામોમાં નર્મદાનું પાણી નિયમિત મળી શકતું નથી, જે પ્રશ્નને લઈને આજે વિરોધ પક્ષના નેતા ધવલ નંદા તથા અન્ય કોંગી કોર્પોરેટરો વગેરે ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને જાતે સ્થળ પર નિરક્ષણ કર્યું હતું.

જ્યાં જાડા ના ઇન્ચાર્જ અધિકારી મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીને  ઉપરોક્ત સમસ્યા નું યોગ્ય નિરાકરણ કરવાની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.