Abtak Media Google News

રણજીતસાગર ડેમથી મેઇન પંપ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ સુધી ડી.આઇ. પાઇપ લાઇન નાંખવા રૂ. 28.97 કરોડ મંજુર કરાયા

જામનગર મહાનરપાલિકાના ની સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ  ચેરમેન  મનિષ  કટારીયાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 11 સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત  ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર તપનભાઇ પરમાર, ઇચા. આસી. કમિશ્નર (વ.) કોમલબેન પટેલ હાજર રહ્યા હતાં જેમાં કુલ રૂ. 31 કરોડ 60 લાખનાં ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

Advertisement

પ્રોવાઇડીંગ, સપ્લાઈંગ, લોવીંગ, લેઇંગ ટેસ્ટીંગ એન્ડ કમીશનીંગ ઓફ 1000 એમ.એમ. ડાયા 7.1 કી.મી, ડી.આઇ. પાઇપ લાઇન કે-9 ફોમ રણજીતસાગર ડેમ થી મેઇન પંપ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ (લાલપુર રોડ) વિથ 5 (ફાઇવ) યર્સ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ ફોર જામનગર વોટર સપ્લાય સ્કીમ ઇન્ફ્લેડીંગ રીમુવિંગ એન્ડ ડીસમેન્ટીંગ ઓફ એક્ઝીસ્ટીંગ 500/600 એમ.એમ. ડાયામીટર એમ.એસ./એ.સી. પ્રેસર/પી.એસ.સી. પાઇપ લાઇન એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓફ રીમુવડ પાઇપ લાઇન એટ જે.એમ.સી. ખીજડીયા સ્ટોરના કામે કમિશ્નર  ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. રૂા. 28.97 કરોડ મંજુર કરવામાં આવ્યા હતાં

જામનગર મહાનગરપાલિકા સંચાલીત સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આવેલ સ્વીમીંગ પુલના કોમ્પ્રીહેન્સીવ ધોરણે ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સના કામ અન્વયે રૂ. 12.86 લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.  લીક્વીડ ક્લોરીન ટર્નર ખરીદી અંગે સને 2023-24 ના વર્ષ માટે વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ માટે રૂા. 9.01 લાખ મંજુર કરાયું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત સીવીલ સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. 5,9,13 અને 14 માં સ્એટ્રેંધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂ. 3 લાખ નાં ખર્ચ ને  મંજુર કરાયું હતું.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત સીવીલ સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. 5,9,13 અને 14 માં સ્એટ્રેંધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ અંગે  રૂા. 5 લાખ મંજુર કરાયા હતાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી  શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત સીવીલ નોર્થ ઝોન વોર્ડ નં. 2,3 અને 4 માં સ્ટ્રનધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ અંગે રૂા. 1 લાખ મંજુર કરવામાં આવ્યા હતા.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત સીવીલ ઇસ્ટ ઝોન વોર્ડ નં. 10,11 અને 12 માં સ્ટ્રેનધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ અંગે  રૂા. 1 લાખ મંજુર કરવામાં આવ્યા હતાં

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત સીવીલ સાઉથ ઝોન વોર્ડ નં. 8,15 અને 16 માં સ્ટ્રેન્થનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ અંગે  રૂા. 1 લાખ મંજુર કરવામાં આવ્યા હતા.

રૂા. 2 લાખ ,  સીવીલ ઇસ્ટ, સાઉથ અને નોર્થ ઝોન માં ગાર્ડના હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઇડ ટ્રી પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામ અંગે  રૂા. 2 લાખ ,  સીવીલ વેસ્ટ, ઇસ્ટ, સાઉથ, નોર્થ, સેન્ટ્રલ ઝોનમાં ગાર્ડનના હેતુ માટે ટ્રેક્ટર ટોલી વીય લેબર સપ્લાય કરવાના કામ અંગે  રૂા. 2.5 લાખ,   આઉટ ડોર ડ્યુટી સબબ કોન્ટ્રાક્ટબેઇઝ કર્મચારીઓને ક્ધવેયન્સ એલાઉન્સ ચુકવવા બાબતે કમિશ્નર ની રજૂ થયેલ દરખાસ્ત અન્વયે  દરખાસ્તની વિગતે માસીક રૂા. 1200/- મર્યાદામાં ક્ધવે. એલાઉન્સ મંજુર કરવામાં આવ્યું હતું. તત્કાલીન  ધારાસભ્ય આર.સી. ફળદુ ની તથા મ્યુનિ. સભ્ય ની ગ્રાંટ અન્વયે વોર્ડ નં. 7 નાં શાંતિનગર સોસાયટી શેરી નં. 1 થી 6 આડી-ઉભી શેરીમાં ડામર સીલકોટ કરવાના કામ અંગે  રૂા. 12.82 લાખ ,  સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના ઢોર ડબાઓમાં ઘાસચારો સપ્લાય કરવાના કામ અંગે

સ્વામીનારાયણ સત્સંગ મંડળને જામનગર મહાનગરપાલિકા હસ્તકના ટી.પી. સ્કીમ નં. 2 પ્લોટ નં. 98 ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત ફાળવવા અંગે કમિશ્નર ની  રજુ થયેલ દરખારત અન્વયે  ટોકન ભાડે આપવાનું મંજુર કરવામાં આવ્યું હતું. મનપા હસ્તકના પંપ હાઉસ ખાતે સોલાર રૂફ્ટોપ પ્રોજેક્ટ (પાંચ વર્ષ માટે મેઇન્ટેનન્સ સહિત) અંગે  રૂા. 1.26 કરોડ મંજુર કરાયા હતા.સ્ટ્રીટ લાઇટ મેઇન્ટેનન્સ કામગીરી માટે ટાવર લેડર માઉન્ટેડ વાહન ભાડે રાખવાના કામ અંગે સને 2023-24 નો વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ અન્વયે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે વાર્ષિક ખર્ચ રૂા. 35 લાખ મંજુર કરવામાં આવ્યા હતા.

ચીફ ઓડીટર તરફથી રજુ થયેલ જામનગર મહાનગરપાલિકા નો સને 2021-22 નો ઓડીટ-અહેવાલ મંજૂર કરવા મા આવ્યો હતો.આજની મીટીંગમાં ખ્યાતનામ અને જાણીતા ક્રિકેટર સલીમ દુરાની ના અવસાન અન્વયે બે મીનીટ.નું મૌન પાડવામાં આવ્યું હતું.. તાજેતરમાં રમાયેલ આંતર ગુજરાત કોર્પોરેશન મેયર કપ માં જામનગર મહાનગરપાલિકા ની મેયર ઇલેવન ચેમ્પીયન બનતા સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.  આમ આજ ની બેઠક મા કુલ રૂ. 31 કરોડ 60 લાખ વિવિધ વિકાસ ખર્ચ ને મંજૂરી આપવા મા.આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.