Abtak Media Google News

કોકોનેટ થિયેટર પ્રસ્તુત ચાય વાય અને રંગમંચ શ્રેણી

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેજ પર રોજ  સાંજે 6 વાગે આ શ્રેણીનું  લાઈવ પ્રસારણ  માણો

કોકોનટ થીયેટરનાં ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન  3 માં શનીવારે ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત, ચં.ચી. મહેતા પુરસ્કાર પ્રાપ્ત અને તખ્તસિંહ પરમાર પારિતોષિક સન્માનિત, સુપ્રસિદ્ધ લેખક, દિગ્દર્શક અને અભિનેતા ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોનું એક લોકપ્રિય નામ લેખક અને કવિ તરીકે ઓળખાતા સૌમ્ય જોષી પધાર્યા હતા.

જેમનો વિષય હતો  નાટ્ય લેખન કાર્યમાં 30 વર્ષથી વધુ સમયથી રંગભૂમિ પર સક્રિય અનુભવી લેખક. સૌમ્યભાઈએ પોતાની વાત શરૂ કરતાં સૌપ્રથમ નાટ્યશાસ્ત્ર વિષયની વાત કરી કે નાટ્યશાસ્ત્ર રંગભૂમિ માટેનો શ્રેષ્ઠ ઉત્તમ ગ્રંથ છે. જેની અંદર રંગભૂમિના આંગીકમ, સાત્વીકમ, વાચિકમ એવા દરેક પાસાઓનું ઝીણવટ પૂર્વક ઊંડાણ ભર્યું વિવરણ છે. ભરત મુનિનાં લખેલા નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં સ્ટેજ પર થતી દરેક ઘટનાઓનું ચિત્રણ શ્લોકોના માધ્યમથી મળી રહે છે.

સૌમ્ય ભાઈએ નાટ્યશાસ્ત્ર લખાયા પાછળની વાર્તાનો ઉલ્લેખ કરતા પહેલા જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં સૌથી પ્રચલિત પાંચ સંસ્કૃતિઓ માંથી બે સંસ્કૃતિ ગ્રીક અને ભારતીય સંસ્કૃતિ આમાં નાટ્ય શાસ્ત્ર વિષે શોધ થઇ છે. પણ ગ્રીક સંસ્કૃતિમાં નાટ્ય શાસ્ત્રનો વિદ્વત્તા પૂર્ણ અભ્યાસ કરી શકાય એવું કોઈ લેખન કે ગ્રંથ જોવા મળતો નથી. એક માત્ર આપણી પાસે જ રંગમંચ વિશેનો એક

લેખકે હંમેશા સજાગ રહીને  ઓબ્ઝર્વેશન કરતા રહેવું પડે: આતિશ કાપડીયા

રવિવારે કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન  3 માં પધાર્યા હતા સુપ્રસિદ્ધ લેખક, દિગ્દર્શક, કલાકાર  આતિશ કાપડીયા જેમનો વિષય હતો જીવનમાં રંગમંચનું મહત્વ જીવનમાં થિયેટર ના મહત્વ વિશે અતિષભાઈ વાત શરુ કરે એ પહેલા એમણે પોતાના બાળપણની એક ઘટના કહી કે નાનપણમાં પાંચ વર્ષની ઉંમરે પપ્પાના નજીકના મિત્રએ મને પૂછ્યું કે મોટો થઈને તું શું બનવાનો છે ? અને ત્તારે મેં કોન્ફિડન્સ સાથે કહ્યું કે એકટર બનીશ આ સાંભળી એ વડીલ હસવા લાગ્યા, ત્યારે લગભગ પાંચથી છ વર્ષનો હતો એ વખતે પેલા વડીલ હસ્યા ત્યારે મને થયું કે આમાં હસવાનું શું હતું ?  કેમકે મારે એક્ટર બનવું હતું એમાં ખોટું શું કહ્યું ?

આજે જાણીતા સંગીત દિગ્દર્શક સચીન સંઘવી

Img 20210726 Wa0060

ચાય-વાય અને રંગ મંચ શ્રેણીના  આજના  સાંજે 6 વાગેના લાઈવ સેશનમાં ગુજરાતી રંગભૂમિના જાણીતા સંગીત દિગ્દર્શક-સંયોજક અને ગાયક સચીન સંઘવી આવશે. તેઓ થિયેટરનાં ચેલેન્જીસ વિષયક ચર્ચા અને તેના અનુભવો  શેર કરશે. આ શ્રેણીથી  યુવા કલાકારોને ઘણુ શિખવા મળી રહ્યું છે. સચીન સંઘવી એક સારાસંગીતકાર  સાથે સુંદર ગાયક પણ છે.નાટકોનાં સંગીત સાથે તેના દ્રશ્યો અને વિવિધ  સીચ્યુએશનમાં ગીતોનો સુમેળ  નાટકનું   જમા પાસુ છે. ત્યારે સચીનભાઈનું  આજનું સેશન જોવા જેવું છે. તેમણે ઘણા  નાટકોમાં શ્રેષ્ઠ સંગીત આપીને સન્માન મેળવ્યા છે.

આતિશ ભાઈએ ખુબ જ સરસ રીતે પોતાના નિર્માણ કરેલા પાત્રો વિષે માહિતી આપી સાથે સાથે એમણે રંગભૂમિ પર કરેલા અનુભવો વિષે જણાવ્યું કે દરેક જગ્યાએથી કંઇક શીખવા મળ્યું છે. અને શીખતો રહ્યો છું. મારી વાતો મારા પાત્રો સમાજમાં આપણી આસપાસના જ હોય છે માત્ર લેખકે હમેશા સજાગ રહેવું ઓબ્ઝર્વેશન કરતા રહેવું.

સંપૂર્ણ ગ્રંથ છે જેનું નામ છે ભરતમુની નું નાટ્ય શાસ્ત્ર. આ નાટ્ય શાસ્ત્રમાં મેકઅપ, સેટીંગ, કોશ્ચ્યુમ, કલાકારના દરેક પાસાઓ અને રસના દરેક પ્રકાર પર ઝીણવટ ભરી માહિતી મળશે. સૌમ્ય ભાઈના શનીવારના  સેશનમાં નાટ્ય શાસ્ત્રનો ઉદ્ભવ કેમ થયો એની રસપ્રદ માહિતી પીરસવામાં આવી છે. જે એમણે પોતાના લાઈવ સેશનમાં કરી આ સિવાય સૌમ્ય ભાઈએ એમના માનવંતા દર્શક મિત્રોના સવાલના જવાબો પણ આપ્યા જે ખુબ જ માહિતી સભર હતા. અને સાથે સાથે તેના વિષય મુજબ નાટ્ય લેખન કે સ્ક્રિપ્ટીંગ કેમ કરાય એ વિશેની ઘણી માહિતીઓ જાણવા મળી જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો.

જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો સૌમ્યભાઈ નું આ સેશન જરૂરથી જોશો. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છો.  આવનારા મહેમાનનોમાં    સુપ્રિયા પાઠક,  સિતાંશુ યશશ્ચંદ્ર  આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.