Abtak Media Google News
  • રવિવારે હેમુગઢવી હોલ ખાતે વણિક રત્ન એવોર્ડ સાથે મ્યુઝિકલ નાઈટ યોજાશે
  • કાર્યક્રમ અંગે વિગત આપવા નવ નાત વણિક સમાજના પ્રતિનિધિઓએ અબતકની મુલાકાત લીધી

વિશ્વ વણિક સામાજીક સંગઠન સંચાલિત નવનાત વણિક સંગઠન સંચાલિત નવનાત વણિક સમાજ દ્વારા હેમુગઢવી  હોલ ખાતે શનિવારે  રાત્રે  8 વાગ્યે મ્યુઝિકલ નાઈટ સાથે વણિક રત્નોને સન્માનીત કરવામાં આવશે. આ અવસરે બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો  શ્રેષ્ઠીઓ રહેશે ઉપસ્થિત નવનાત વણિક સમાજનું સંગઠન  સ્થાપાના ખૂબજ ટુંકા ગાળામાં 27,000થી પણ વધુ વણિકો આ સંગઠનમાં  જોડાઈ ચૂકયા છે. રાજકોટ, અમરેલી,  અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જેવા શહેરો જિલ્લામાં કમિટીઓની રચના થઈ ચૂકી છે. અને ટૂંક સમયમાં જ  2 લાખથી પણ વધુ વણિક બંધુઓ આ સંસ્થામાં જોડાશે તેવો સંકલ્પ નવનાત વણિક સમાજ સંગઠન દ્વારા કરાયો છે.

જેમાં દરેક  વણિક બંધુનો બહોળો પ્રતિસાદ સાંપડયો છે. આ વણિક રત્ન સન્માન સમારોહમાં 11 વણિક રત્નો જેવા કે  બોર્ડ મેમ્બર, એનીમલ વેલફેર, બોર્ડ ઓફ ઈન્ડિયાના પ્રતીક સંઘાણી,  બી.જે.પી. જૈન લઘુમતી પ્રદેશ ક્ધવીનર ગુજરાત પ્રશાંત શાહ, નારી શકિત એવોર્ડ નેટીવ સૌરાષ્ટ્ર-ધારાબેન શાહ (અમેરિકા) પૂજિત રૂપાણી ટ્રસ્ટના અમીનેષ રૂપાણી, જૈન અગ્રણી (બિઝનેસમેન) જય ખારા, મહાવીર સેવા ટ્રસ્ટના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠ (સી.એમ.) શ્રી પ્રાંત ગ્રાહક સુરક્ષા પરિસદના  વૈભવભાઈ ચોકસી,  રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, જૈન અગ્રણી અજીત જૈન,  અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના પ્રમુખ ડો. જયેન્દ્ર રાણપુરા,  મોઢવણિક મહાજનના પ્રમુખ ભાગ્યેશ વોરાને  સન્માનીત કરાશે.

ત્યારે કાર્યક્રમ અંગે વિગત આપવા અબતકની મુલાકાતે આવેલ નવનાત વણિક સમાજના પ્રશાંતભાઈ  શાહએ  અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે  વિશ્વ વણિક સામાજીક સંગઠન સંચાલિત નવ નાત વણિક સમાજ  દ્વારા રવિવારે 11 વણિક રત્નો સન્માનીત કરાશે. આ  પ્રોગ્રામ નિ:શુલ્ક છે. જેમાં 11 વણિક રત્નોને  મહાનુભાવોનાં હસ્તે સન્માનીત કરાશે. તથા વિવિધ ટ્રસ્ટી  મંડળોને પણ સન્માનીત  કરાશે. સાથે મ્યુઝીકલ નાઈટનું  પણ આયોજન કરવામાં આવ્યું છે. અમારા સંગઠનમાં જોડાવા માટે એક નવનાત વણિક સમાજની એપ્લીકેશન બનાવવામા આવી છે. જેમાં મેમ્બર બન્યા બાદ  તેઓનાં આઈકોર્ડ બની જશે. અમે 4 મેના રોજ વેવિશાળ પરિચય મેળાની પુસ્તકનું  લોન્ચીંગ કરીશું જેમાં પુસ્તકમાં 300 બાયોડેટાની વિગત હશે. અમારા  સંગઠનનો ઉદેશ્ય  સમાજ લક્ષી કાર્ય, જીવદયા, મહિલા સશકિતકરણ, અભ્યાસ સહાય સહિતનો છે.

કાર્યક્રમની વિગત આપવા પ્રશાંતભાઈ શાહ સાથે સુનિલભાઈ શાહ, દિનેશભાઈ મોદી, નયનભાઈ રાણપુરા, રવિભાઈ દોશી, અમિતભાઈ ઘેલાણી, જીજ્ઞેશભાઈ વાગડીયા,  મૃગેશભાઈ દેસાઈ,  અજયભાઈ,રક્ષીતભાઈ, ધવલભાઈ મહેતા,  નમ્રતાબેન શાહ, નીતાબેન પારેખ,  નીતાબેન કામદાર, અંકિતાબેન એ અબતકની મુલાકાત લીધી હતી.

નવનાત વણિક સમાજના મેમ્બર બનવા માટેની ‘કુટુંમ્બ’એપ

વિશ્વ વણિક સામાજીક સંગઠન સંચાલિત નવનાત  વણિક સમાજમાં જોડાવા ‘કુટુંમ્બ’ એપ્લીકેશન નવનાત  વણિક સમાજ શરૂ  કરવામાં આવી છે. જેમાં વણિક બંધુઓ નિ:શુલ્ક જોડાઈ શકશે. અને તેઓનું આઈડી કાર્ડ બની જશે. અને તેઓ નવનાત વણિક સમાજમાં જોડાઈ જશે.

કાર્યક્રમોની રૂપરેખા

  • 17 – માર્ચએ સુરેન્દ્રનગરમાં 40,000 વણિક બંધુ એક સાથે વર્ધમાન નગરી (વઢવાણ)માં દાદા મહાવીર સ્વામી પગલા ડેરી દર્શન સાથે નોવકારસી પ્રસાદ લેશે.
  • 23-માર્ચે સુરેન્દ્રનગરમાં શહીદોને શ્રધ્ધાંજલી આપતો કાર્યક્રમ
  • 27- એપ્રિલએ નવનાત વણિક સમાજ વેકેશન દાંડિયા
  • 4- મે એ વેવિશાળ પરિચય મેળો બુક લોચિંગ નવનાત વણિક સમાજ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.