Abtak Media Google News

શહેરમાં સૌથી વધુ જ્યાં અકસ્માત થતા હતા તેને બ્લેક સ્પોટ જાહેર કરી તેવા સ્થળોએ પોલીસ-ટ્રાફિક વોર્ડન મુકાયા

ચાર રસ્તાઓ પર ટ્રાફિક સીંગ્નલો ઉભા કરાયા: ઓવર સ્પીડ, હીટ એન્ડ ડ્રાઇવ, ટ્રાફિક નિયમનનું પાલન નહીં કરનાર સામે સમયાંતરે ઝુંબેશ હાથ ધરી

ગુજરાત રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહી છે ત્યારે વાહન વ્યવહાર વધતા અકસ્માતમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા અકસ્માતમાં ઘટાડો કરવા રોડ સેફ્ટી કમિટિની રચના કરવામાં આવી હતી. જે અન્વયે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ સીટીમાં અકસ્માત ઘટાડવા, વાહન ચાલકો ટ્રાફીકના નિયમનનું ચુસ્ત પણે પાલન કરે અને અકસ્માત ઝોન જાહેર કરી વર્ષ 2010 થી 2021 દરમિયાન 207 ગુન્હાઓનો ઘટાડા કરતા શહેર પોલીસ દ્વારા લેવાયેલા પગલાંથી સન 2020-21 વર્ષનો રાજકોટ શહેર પોલીસને રોડ સેફ્ટીનો એવોર્ડ વાહન વ્યવહા મંત્રી આર.સી.ફળદુના હસ્તે મનોજ અગ્રવાલને આપવામાં આવ્યો છે.

હાલમાં દિનપ્રતીદિન વાહન વ્યવહાર વધતા રોડ અકસ્માતમાં પણ વધારો થવા પામેલો જે અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ રોડ સેફટીના કાર્યક્રમો તેમજ લોકજાગૃતીના કાર્યક્રમો કરવામાં આવેલા તેની સાથે પોલીસ ડીપાર્ટમેન્ટની રોડ અકસ્માતો અટકાવવા ખુબજ મહત્વની ફરજ રહેલી છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા  શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે વાહન ચાલકોને નિયમોનુ ચુસ્તપણે પાલન કરવામાં આવે તેમજ અકસ્માત ઝોન વિસ્તારમાં જરૂરી પોલીસ પોઇન્ટ તથા સેફટીની સુવીધાઓ ઉભી થાય તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા વર્ષોમાં કઇ જગ્યાએ, કયા દિવસે, કયા સમયે રોડ અકસ્માતોના બનાવો બનેલ તે અંગે એનાલીસીસ કરી મેપીંગ તૈયાર કરવામાં આવેલું અને જે વિસ્તારમાં  વધુ અકસ્માતોના બનાવો બનેલ હોય તેને અકસ્માત ઝોન જાહેર કરવામાં આવેલા હતા.

રાજકોટ શહેરમાં માસુમ વિધાલય, અમદાવાદ રોડ, આર.ટી.ઓ. ઓફીસ માર્કેટીંગ યાર્ડ, ગ્રીનલેન્ડ ચોકડી કુવાડવા રોડ જુના પો.સ્ટે, સંત કબીર રોડ, ઇન્દ્રપ્રસથ સોસાયટી મોરબી રોડ, કેશરી હિન્દુ પુલ, ચુનારાવાડ ચોક, માલીયાસણ ગામ, મારવાડી કોલેજ, કુવાડવા ગામ, કુવાડવા જીઆઇડીસી, કુચીયાદળ ગામનુ પાટીયુ, કાગદડી ગામનુ પાટીયુ, સાત હનુમાન, ભગીરથ પેટ્રોલપંપ, કુવાડવા ગામનુ તળાવ, માર્કેટીંગ યાર્ડ, ત્રંબા ગામ, વીઠલવાવ, પીરવાડી, ખોખળદળ, આજીનદીનો પુલ, ગમારા પેટ્રોલપંપ, કોઠારીયા ગામ, ગોંડલ રોડ ચોકડી, મહીકા ગામ, સરધાર ગામ, અણીયારા ગામ, લાખાપર ગામ, ગોંડલ રોડ જુનુ ટોલ નાકુ, માધાપર ચોકડી, માધાપર ચોકડી થી મોરબી બાયપાસ રોડ, એસ.આર.પી. કેમ્પ, આત્મિય કોલેજ, કણકોટનુ પાટીયુ, કોસ્મોપ્લેક્ષ સિનેમા જેને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવેલા હતા.

તેમજ સરકાર દ્વારા રાજકોટ શહેરના ટ્રાફીકની સમસ્યા સર્જાતી તેવા ચાર રસ્તાઓ ઉપર ઓવર બ્રીજ, અન્ડર બ્રીજ મંજુર કરવામાં આવેલા જેના પરીણામે તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા સુચારૂ અને ટ્રાફીક નીયમોનુ ચુસ્ત પણે પાલન થાય તે માટે ટ્રાફીક વાળા રોડ તથા ચાર રસ્તા ઉપર જરૂરી ટ્રાફીક પોઇન્ટો તથા સીગ્નલો ઉભા કરવામાં આવેલા. રાજકોટ મહાપાલિકા, માર્ગ  મકાન વિભાગ અને હાઇવે ઓથોરેટી વિગેરે સાથે સંકલન કરી સ્થળોએ ટ્રાફીક એન્જીન્યરીંગમાં ખામી હોય તો તે પણ દુર કરવા પ્રયાસો કરવામાં આવેલા હતા.

રાજકોટ શહેરમાં ઉપરોકત વિસ્તારને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવેલ હોય જયાં રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ના સ્ટાફની ફાળવણી કરી ત્યાં વધુમાં વધુ વાહન ચેકીંગ કરવામાં આવેલું તેમજ ઓવર સ્પીડ, ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ તથા ટ્રાફિક નિયમોનુ પાલન નહીં કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી તેમજ સમયાંતરે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને લગત જાગૃતી અંગેના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી જાગૃતી ફેલાવવામાં આવેલી હતી જેના પરિણામે રાજકોટ શહેરમાં સરેરાશ સને 2018 થી 2021 દરમ્યાન વાહન અકસ્માતના કુલ 207 ગુન્હાઓનો ઘટાડો થયેલ છે.

સરકાર દ્વારા રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોડ સેફટી કમિટીની રચના કરવામાં આવેલ હતી. જેમાં અલગ અલગ વિસ્તારમાં વાહન અકસ્માતના ગુન્હામાં ઘટાડો, વાહન અકસ્માત ઘટાડવા માટે લેવામાં આવેલા પગલાઓ વિગેરે બાબતો ધ્યાને લઇ અને ગુજરાત રોડ સેફટી એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

જેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા રોડ અકસ્માત અટકાવવા માટે લીધેલ પગલાંઓ તથા તેના પરિણામ સ્વરૂપ ગુન્હાઓમાં થયેલ ઘટાડાથી  મંત્રી આર.સી.ફળદુ (કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર)ના વરદ હસ્તે  મંત્રી ઇશ્વરસિંહ પટેલ, (સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિનો વિભાગ (સ્વતંત્ર હવાલો) તથા વાહન વ્યવહાર વિભાગ, અધિક મુખ્ય સચિવ  એમ.કે.દાસ  (બંદરો અને વાહન વ્યવહાર વિભાગ) તથા વાહન વ્યવહાર કમિશ્નર રાજેશ માંજીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગુજરાત રોડ સેફટી એવોર્ડ 2020-21 ના વિતરણ સમાંરભમાં રાજકોટ શહેર સીટી રોડ સેફટી કમિટીને ગુજરાત રોડ સેફટી એવોર્ડમાં તૃતીય સ્થાન પ્રાપ્ત થતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને ગુજરાત રાજ્ય માર્ગ સલામી પારિતોષિક 2020-21 તથા રૂપિયા 75,000/- નો ચેક એનાયત કરવામાં આવેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.