Abtak Media Google News

પનામા લીક બાબતે પાકિસ્તાનના પૂર્વ પી.એમ નવાઝ શરીફ લગાતાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તાજેતરમાં તેની દિકરી મરીયમને લઇ એક કોર્ટે જાણકારી આપી હતી કે તેના જમાઇને સોમવારે બેનરઝીર એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. જો કે જામીનની મુદ્ત પર મરીયમને એરપોર્ટ પરથી છોડી દેવામાં આવી હતી પરંતુ તેના જમાઇ સફદર વિરુધ્ધ બીન જામીન વોરંટ હતુ આથી તેની ઘરપકડ કરવામાં આવી હતી.

Advertisement

મરીયમના પરિવાર વિરુધ્ધ લંડનમાં સંપતિને લઇ કરવામાં આવ્યો હતો જેની તપાસ નેશનલ એકાઉન્ટબીલીટી બ્યુરો (એનએબી) કરી રહી છે. જેમાં સુનવણી વખતે પીએમ એલ.એલના નેતા તારીફઝલ ચૌધરીએ મરીયમ તરફથી પાંચ લાખ પાકિસ્તાનની રુપિયા ($ 47.450) ની જામીન જમા કરાવી હતી જ્યારે આ સુનવણી વખતે કોર્ટમાં ઉપસ્થિતિની શરીફ દ્વારા દાખલ કરવામાં આવેલ કોર્ટમાં ઉપસ્થિતિની ઘુટ માગવાની આવેલ યાચીકા પર પણ ચર્ચા કરાઇ હતી.

કોર્ટમાં નવાઝ શરીફે જણાવ્યુ હતુ કે તે તેની બીમાર પત્નીને મળવા લંડન આવ્યા હતા. પરંતુ એનએબીના અભિયોજન પક્ષે કોર્ટ સામે તેની ધરપકડ અંગે વોરંટ જારી કરવાની માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.