Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે

ફાયર બ્રિગેડ તંત્ર પણ એલર્ટ: અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ ૩૦મી સુધી હેડ કવાર્ટર ન છોડવા આદેશ: મહાપાલિકા તંત્ર પણ સતત સતર્ક

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેના પગલે વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. ભારે વરસાદ પડે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યમાં એનડીઆરએફની પાંચ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ઉપલેટા ખાતે એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. શહેરમાં ફાયર બ્રિગેડ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદની આગાહીના કારણે અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. ૩૦મી સુધી કોઈને હેડ કવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.

Ndrf-Teams-Deployed-In-Rajkot-And-Upleta
ndrf-teams-deployed-in-rajkot-and-upleta

એક સાથે ત્રણ-ત્રણ સીસ્ટમો મજબૂતાઈ સાથે સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આજ થી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય. રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં એનડીઆરએફની બે ટીમો મોકલવામાં આવી છે. જે પૈકી એક ટીમ રાજકોટ ખાતે અને બીજી ટીમ ઉપલેટા ખાતે સ્ટેન્ડ ટુ રહેશે. આ ઉપરાંત કચ્છ, અરવલ્લી, પાટણ અને નવસારીમાં પણ એનડીઆરએફની બે ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. પાંચ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે મામલતદારી લઈ ડે.કલેકટર સુધીના તમામ અધિકારીઓની રજા તાત્કાલીક અસરી રદ્દ કરી દેવામાં આવી છે અને તમામને હાજર થઈ જવા સુચના આપી દેવામાંઆવી છે. ૩૦મી જુલાઈ સુધી કોઈપણ અધિકારીને હેડ કવાર્ટર ન છોડવા માટે પણ તાકીદ કરાઈ છે. મહાપાલિકા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. જયુબેલી કંટ્રોલરૂમ અને ફાયર  એન્ડ ઈમરજન્સી વિભાગ ખડેપગે છે. સંભવિત સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ફાયર સ્ટેશન ખાતે લાઈફ જેકેટ, રસા-રસી, બોટ સહિતની તમામ સામગ્રી તૈયાર રાખવામાં આવી છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગમે તે સ્થળે જરૂર પડે ત્યાં જવા ફાયર બ્રિગેડના સ્ટાફને સુચના આપી દેવામાં આવી છે. ભારે વરસાદમાં લોકોની ફરિયાદ આવે તો તેનો તત્કાલ નિવેડો લાવવા પણ મહાપાલિકા દ્વારા ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે. લાઈટ, પાણી, ડ્રેનેજ સહિતની પ્રામિક સુવિધાઓ ન ખોરવાઈ તે માટે અધિકારીઓ સતત સતર્ક છે. આજે સવારે એનડીઆરએફની એક ટીમને ઉપલેટા રવાના કરી દેવામાં આવી છે. જ્યારે બીજી ટીમ આગામી ૩૦મી સુધી રાજકોટમાં જ સ્ટેન્ડ ટુ રહેશે.આજે સવારી રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઈ સવા ઈંચ જેટલો વરસાદ પડયો હતો. સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, અમરેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અહીં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા આઈ-વે પ્રોજેકટ અંતર્ગત શહેરની પરિસ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે. જ્યાં જરૂર પડે ત્યાં મદદ પહોંચાડવા માટે તંત્ર એલર્ટ ઈ ગયું છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતી માં લોકોને જ્યુબેલી ગાર્ડન સ્થિતિ કંટ્રોલરૂમનો સંપર્ક કરવા પણ તાકીદ કરવામાં આવી છે.

Ndrf-Teams-Deployed-In-Rajkot-And-Upleta
ndrf-teams-deployed-in-rajkot-and-upleta

રાજ્યમાં ચોમાસુ બરાબર જામ્યુ: ૩૨ જિલ્લાના ૧૩૪ તાલુકાઓમાં વરસાદ

અષાઢના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે. પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે રાજ્યના ૩૨ જિલ્લાના ૧૩૪ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકી વરસી રહ્યાં છે. ડાંગના વઘઈમાં ગુરૂવારે ૧૨ ઈંચ વરસાદ પડયા બાદ શુક્રવારે વધુ છ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ, ભરૂચમાં ૪ ઈંચ, અંકલેશ્ર્વર, ચિખલીઅને ડાંગમાં ૩॥ ઈંચ, વડીયા, નેત્રાંગ, ખેરગામ, સુબીર, માંગરોળ, અનસોટમાં ૩ ઈંચ, વાગરા, સાગબારા, વાસંદા, વલસાડમાં ૨॥ કપરાડા, ધરમપુર, જગડીયા, તિલકવાડામાં ૨ ઈંચ, ગણદેવી, ડેડીયાપાડા, વ્યારા, નસવાડી, નિજાર, વાલોદમાં ૧॥ ઈંચ, અમોદ, કુકરમુંડા, વિસાવદર, મહુવા, નાડોદ, ભાવનગર, સનખેડામાં ૧ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં બે કલાકના સમયગાળામાં રાજ્યના ૨૫ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જેમા ધરમપુરમાં સૌથી વધુ ૧૩ મીમી વરસાદ પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.