Abtak Media Google News

રાજયભરમાં કફ સીરપ એનર્જી ડ્રિંકસના નામે નશીલા પર્દાથોનો ધીકતો ધંધો: મોરબીમાં નસીલા પર્દાથોનું ધુમ વેંચાણ

રાજયમાં દારૂબંધી વચ્ચે પ્યાસીઓ નશો કરવા માટે અવનવા અખતરા કરી બજારમાં મળતા દવા સ્વરૂપના નશીલા પર્દાથોનું બેરોકટોકપણે સેવન કરી રહ્યાં છે અને આનો ફાયદો ઉઠાવી કેટલીક કંપનીઓ કફ સીરપના નામે કોડીન અને અફીણ જેવા પર્દાથો પણ વેચતા હોય નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો દ્વારા પાટણ અને અમદાવાદમાં કફ સીરપના ૪૨૩૫૮ બોટલ કિ.રૂ.૩ લાખનો જથ્થો જપ્ત કર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે માલેતુજારો હેલ્ પરમીટના ઓઠા હેઠળ દારૂ પીવાની છૂટછાટ મેળવી લે છે પરંતુ એક એવો મોટો વર્ગ છે જે નશો મેળવવા માટે કફ સીરપ કે અન્ય કોઈ એનર્જીડ્રિંકસનો ઉપયોગ કરી રહ્યાં છે.

આવી જ એક ચોંકાવનારી ઘટનામાં નાર્કોટીંકસ કંટ્રોલ બ્યુરો અમદાવાદ જોનલે પાટણ અને અમદાવાદ જિલ્લામાં ધોસ બોલાવી કફ શીરપના નામે વેંચાતી દવાઓ કબજે કરી છે. આ દવાઓમાં કોડીન અને અફીણ હોવાનું પણ બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી, રાજકોટ સહિત સમગ્ર રાજયમાં એનર્જી ડ્રિંકસ અને આયુર્વેદિક દવાના નામે પણ નશીલા પર્દાથોનું છડેછોક વેંચાણ થઈ રહ્યું છે. મોરબીના મોટાભાગના મેડીકલ સ્ટોર પર કફ સીરપનું ધુમ વેંચાણ થાય છે અને જો આ આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવે તો ચોંકાવના‚ સત્ય પણ બહાર આવે તેમ છે.

દરમિયાન અમદાવાદ અને પાટણમાં નાર્કોટીકસ ક્ધટ્રોલ બ્યુરો અમદાવાદ દ્વારા દરોડા પાડી રૂ.૩ લાખની કિંમતની ૪૨૩૫૮ કફ સીરપની બોટલો જપ્ત કરી છે અને આ મામલે સાણંદના લલીત પટેલ, રાજસન પાલીના ભરત ચૌધરી અને અમદાવાદના નિલેશ ચાવડા નામના આરોપીઓએ ગેરકાયદેસર સીપરનું વેંચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે. આ કફ સીરપના કોડીન નામનો પર્દાથ ભરપુર માત્રામાં હોય છે. કોડીન અફીણની જ આડ પેદાશ હોવાનું નાર્કોટીંકસ વિભાગના ઝોનલ ડિરેકટર હરીઓમ ગાંધીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.