Abtak Media Google News

હિન્દુ ધર્મમાં પુજાનું એક આગવુ સ્થાન ધરાવે છે તેમજ માન્યતા મુજબ રોજ પૂજા કરવાથી પ્રસન્ન રહે છે અને આપણને આર્શિવાદ આપે છે. સાથે જ પુજા કરવાથી મન પણ શાંત રહે છે.

– સામાન્ય રીતે લોકો માત્ર એટલુ જ જાણે છે કે મંદિરમાં ખંડિત મૂર્તિ કે કોઇપણ પ્રકારનો કચરો વગેરે ન રાખવુ જોઇએ પરંતુ ઘણી એવી અન્ય વસ્તુઓ છે જે પૂજા ઘરમાં અથવા મંદિરમાં ન રાખવી જોઇએ. જેના વિશે તમે અજાણ છો.

– હિન્દુ પરિવારમાં ઘણીવાર તમે ભગવાનની મૂર્તિ સાથે કેટલી તસવીરો પણ જોવા મળશે આ તસવીર પણ હોઇ શકે છે. પરંતુ કેટલાક લોકો પોતાના મૃત પૂર્વજો કે પરિજનોની તસવીર પૂજાઘરમાં રાખે છે. જે ક્યારેય ન કરવુ જોઇએ.

– તેમજ શાસ્ત્રો અનુસાર જો પૂજા ઘરમાં મૃતજનોની તસવીર રાખવાથી અશુભ માનવામાં આવે છે. તેનાથી તમારી પૂજા બેકાર થઇ જાય છે. અને ઘર પરિવાર પર સંકટ આવે છે.

– કેટલાક લોકો પોતાના સ્વજનોને ખૂબ પ્રેમ તથા સમ્માનને કારણે મૃત્યુબાદ પર તેમની તસવીરો મંદિરમાં લગાવે છે માન્યતા પ્રમાણે આમ કરવાથી ક્રોધિત થઇ જાય છે.

ખાસ નિયમ

– મૃત પરિજનોની તસવીર લગાવવા માટે ઘરની દક્ષિણ, દક્ષિણ-પશ્ર્ચિમ અને પશ્ર્ચિમ દિશાને પસંદ કરવી જોઇએ.

– જો આ સિવાય અન્ય દિશામાં લગાવશો તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.

ઇશ્ર્વરનું સ્થાન

– એવુ કહેવાય છે કે સામાન્ય મનુષ્ય દેવી દેવતાઓથી ક્યારેય ઉપર નથી થઇ શકતો ભગવાનનું સ્થાન હંમેશા ઉચ્ચ છે અને ઉચ્ચ જ રહેશે.

– આમ કરવાથી નારાજ થઇને તમારી મનોકામનાની પૂર્તિ ક્યારેય નથી કરતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.