Abtak Media Google News

સફાય કામદાર તરીકે ફરજ બજાવતા તેલુગુ સમાજના બ્રેનડેડ કચરાભાઈ ગંગારામ મોરેના પરિવારે હૃદય,કીડની,લીવર અને ચક્ષુઓનું દાન કરી ૬ વ્યક્તિઓને નવજીવન આપી માનવતા મહેકાવી છે.સુરતમાંથી મધ્યભારતમાં ઇન્ટરસ્ટેટ હૃદય ટ્રાન્સફરનો સૌ પ્રથમ કિસ્સો બન્યો છે.સુરતમાંથી ૧૩મા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.આમ જોવા જઈએતો ચક્ષુ,કીડનીનું દાન થઈ શકે પણ હવે ટેકનોલોજીએ સારી એવી પ્રગતી કરી અને હવે હૃદય પણ પ્લાન્ટ થઈ શકે છે.જે બાદ ઓર્ગન ડોનેશન દ્વારા તેમના પરિવારજનોને અંગોના દાન અંગેની જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે બાદ તેમના હૃદય,કિડની,લીવર અને ચક્ષુઓનું દાન સ્વીકારાયું હતું. અને સુરતથી 450 કિલોમીટરના અંતરે 110 મીનીટમાં હૃદયને ઇન્દોર મોકલાયું હતું.ઇન્દોરના સીએચએલ હોસ્પિટલમાં 21 વર્ષના નવયુવકને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આ‌વ્યું હતું. જેની સાથે માત્ર 110 મીનીટમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.