Abtak Media Google News

ઘણી વાર આપણાંથી આપણાં જરૂરી કાગળો કોઈ ભૂલ અથવા આપની કોઈ બેદરકારી ને લીધે ખોવાઈ જતાં હોય છે. અને ફરી બધા ડૉક્યુમેન્ટ આપણે બનાવા પડે છે અને તેની પ્રક્રિયા ખૂબ લાંબી બની જતી હોય છે આજના સમયમાં જરૂરી કાગળોના લિસ્ટમાં આધાર સૌથી મહત્તવનું છે.

Advertisement

તમારું આધારકાર્ડ ખોવાઈ ગયું છે તો નવા આધાર કાર્ડ માટે તમારી પાસે આધારનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જોઈએ. તમારા આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી તમે નવું આધાર કાર્ડ મેળવી શકો છો. જો તમારા આધારમાં રજિસ્ટર્ડ તમારો નંબર ચાલુ નથી તો તમે નવું આધાર કાર્ડ કાઢી શકો છો.

સોથી પહેલા ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણની વેબસાઈટ https://uidai.gov.in/hi/ પર જાવ. તેના પછી તમારે ડાબી બાજુ આધાર પ્રાપ્ત કરનારા સેશન્સમાં આધારમાં પુનમુદ્રાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો અને તમારો આધાર નંબર, સિક્યોરિટી કોડ નાખો અને Request OTP બોક્સ પર ક્લિક કરી દો.

તેના પછી તમારો હાજર મોબાઈલ નંબર નાખો. તેના પછી તમારા મોબાઈલ નંબર પર વેરિફિકેશન માટે એક વન ટાઈમ પાસવર્ડ આવશે, ઓટીપી નાખીને આગળ વધો. તેના પછી તમારે 50 રૂપિયા ઓનલાઈન ભરવાના રહેશે. તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઈંટરનેટ બેંકિંગ અથવા પછી યુપીઆઈ પેમેન્ટની મદદથી પણ પેમેન્ટ કરી શકો છો. બસ તેના પછી તમારા આધાર કાર્ડમાં આપેલા એડ્રેસ પર આધાર કાર્ડ ટપાલ દ્વારા તમારા સુધી પહોંચી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.