Abtak Media Google News

ભાજપ ગુજરાતમાં રાજયસભાની બેઠકને લઈ વધુ

ગંભીર: જીતેલા ઉમેદવારોના અનુગામી માટે તૈયારી શરૂ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નજર હવે રાજયસભાની ચૂંટણી પર મંડાઈ છે. ભાજપ ગુજરાતમાં રાજયસભાની બેઠક માટે વધુ ગંભીર બની છે. ભાજપ માટે ગુજરાતની બેઠક ઘણી મહત્વની બની છે. ગુજરાતનાં રાજયસભાના સભ્યો અમિત શાહ અને સ્મૃતિ ઈરાની ગાંધીનગર અને અમેઠીથી ચૂંટણી જીતી ગયા બાદ તેમના અનુગામી માટેની તૈયારી શરૂ કરી છે. નરન્દ્ર મોદી સરકારમાંસામેલ થવાની તક ચુકી ગયા બાદ તામિલનાડુના આઈએડીએમકે એ તામિલનાડુ પર ભાજપનું રાજયસભાની ચાર બેઠકોમાંથી એકબેઠક આપવાનું દબાણ વધી ગયું છે.

ભાજપ સાથે ચૂંટણી પહેલા થયેલા કરાર મુજબ ભાજપ આ માંગણી કરી રહી છે. ભાજપ તામિલનાડુના અને તાજેતરમાં જ મંત્રી બનેલ એસ. જયશંકરને તેમના વતન તામિલનાડુમાંથી ચૂંટવાનું મન મનાવ્યું હતુ પરંતુ હવે ગુજરાતમાંથી અમિતશાહ અને સ્મૃતિ ઈરાન ચૂંટાઈને કેન્દ્રમાં ગયા છે ત્યારે ભાજપ અહીથી સ્થાનિક નેતાઓને ચૂટવાનું મન મનાવે છે જયારે જયશંકરને તામિલનાડુમાંથી ચૂંટાવા ઈચ્છે છે. ત્યારે એઆઈડીએમકે એ તેનો વિરોધ કર્યો છે. તામિલનાડુની છ રાજયસભાની બેઠકો જુલાઈ મહિનામાં ખાલી થાય છે. આ વર્ષના એપ્રીલ મહિનામા વધુ બે બેઠકો ખાલી થવાની છે. ત્યારે વિદેશમંત્રી જયશંકરને ગુજરતામાથી ચૂંટાવવા ભાજપે પ્રથમ વિકલ્પ ઉભો રાખ્યો છે. ભાજપનો એક મત એવું કહી રહ્યો છે. કે ગુજરાતની અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી જગ્યાઓનાં કોઈ સ્થાનીક નેતાને તક આપવી જોઈએ ભાજપ જયશંકરને તામિલનાડુમાંથી રાજયસભામાં ચૂંટવા માંગતુ હતુ પરંતુ એઆઈડીએમકેમાં આ અંગે મતભેદ ઉભા થતા જયશંકરને ગુજરાતની બેઠકપરથી ચૂટાવવાનું આયોજન થયું છે.

કેન્દ્રની ૨.૦ નમોની બીજી ટર્મની સરકાર આવતા વર્ષના એપ્રીલ મહિના સુધીમાં રાજયસભાની બહુમતી માટે ખૂટતી બેઠકો પણ સર કરી લેશે પ્રથમ ટર્મમાં કેન્દ્રમાં ભાજપ શાસીત એનડીએને સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત થઈ હતી પરંતુ રાજયસભા સંખ્યાબળ ઘટતુ હતુ આથી કેન્દ્ર સરકારની જીએસટી , ત્રીપ્પલ તલ્લાક, જેવો કાયદાઓ માટે ઘણી રાજકીય કવાયત કરવી પડી હતી અને ઘણા ખરડાઓને પડતા મૂકવાની ફરજ પડી હતી. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ અને એનડીએએ સારો દેખાવ કર્યો છે અને રાજકીય રીતે સ્થિતિ સુધરી છે. ત્યારે એપ્રીલ મહિના સુધીમાં રાજયસભાની ખૂટતી સંખ્યા પણ પૂરી થઈ જશે અત્યારે ભાજપે ગુજરાતની બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.