Abtak Media Google News

દિવાળીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સુરતનાવરાછા વિસ્તારમાં આવેલા મિનિબજારમાં નવી રૂપિયા 200 અને 50ની નોટની કાળાબજારી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. જેમાં નવી નોટના બદલામાં બંડલે 2500 જેટલા રૂપિયા વધારે લઈને નવી નોટ આપવામાં આવતી હોવાની ફરિયાદ થતાં પોલીસે રેડ કરી હતી.

સુરત વરાછા વિસ્તારમાં મિનિબજાર સ્થિત ગોરધનદાસ વણજારા નામની દુકાનમાં ગેરકાયદે રીતે નવી નોટ ઓનમાં આપવાનો વેપલો ચાલતો હતો. દુકાનદાર દ્વારા 50 રૂપિયા અને 200 રૂપિયાની નવી નોટના બંડલના બદલામાં 700 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની ઓન લઈને આપવામાં આવી હતી. ત્યારે લોકોએ સવાલ કર્યો હતો કે, બેન્ક દ્વારા હજુ લોકોને પુરતા પ્રમાણમાં નવી નોટ આપવામાં આવતી નથી ત્યારે આ લોકો પાસે જોઈએ તેટલી નોટ ક્યાંથી આવે છે.

સુરત વરાછા પોલીસમાં ગોરધનદાસ વણજારા દ્વારા નોટની કાળાબજારીની ફરિયાદ પહોંચતા પોલીસે રેડ કરી હતી.જેમાં દુકાનદાર પાસેથી જવાબ લેવાની સાથે રૂપિયા ક્યાંથી આવ્યાં તે સહિતની પુછપરછ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.