Abtak Media Google News

“નવા પોલીસવડા પણ કાર્યદક્ષતા અને હોંશિયાર વ્યક્તિને પ્રોત્સાહન અને અગ્રતા આપવાનો સ્વભાવ ધરાવતા હતા”

હાલના ભાવનગર જિલ્લાના પોલીસવડાની નિમણુંક ગઈ વિધાનસભા ચુંટણી પછી જ થયેલ હતી. તેનું કારણએ સમયે એવુ ચર્ચાતુ હતુ કે તે વખતના ભાવનગર જિલ્લા પોલીસવડા જનતાની દૃષ્ટિએ તથા દૈનીક વર્તમાનપત્રોના અહેવાલો મુજબ  કાર્યદક્ષતા અને પક્ષાપક્ષીની શંકાના દાયરામાં હતા. તેથી ચુંટણી કમીશનર દ્વારા ગાંધીનગર ખાતે ન્યાયીક અને તટસ્થ ચુંટણી થાય તે માટે સજજડ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ વધારામાં હાલના પોલીસવડાને મુકેલા. તે વખતે શેષાનજી ચુંટણી કમીશ્નર અને ગુજરાતનું ચુંટણી કમીશન પણ તા… તા… ગરમ હતુ. ગાંધીનગરથી ખાસ મુકવામાં આવેલા પોલીસ વડાએ ચુંટણી પ્રચાર અને મતદાન પ્રક્રિયા દરમ્યાન ભાવનગર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વાવાઝોડાની જેમ જાતે ત્રાટકીને આક્રમક બંદોબસ્ત રાખેલો, તેથી રાષ્ટ્રવાદી પાર્ટીને એમ થયુ કે આમાં કાંઈક દમ છે. ચુંટણીઓ પુરી થઈ રાજય સરકાર રાષ્ટ્રવાદીઓ ની જ બની એટલે તેમણે આ નિમંણુક વગરના આક્રમક પોલીસવડાને ભાવનગર જિલ્લા પોલીસવડાનો તાજ પહેરવાનો મળેલો. તેઓએ પોતાની નિમણુંક પછી ભાવનગર જિલ્લામાં પોતાની જ રીતે બદલીઓ નિમણુંકો પોલીસ અધિકારીઓની કરવા ગંજીપો ચીપ્યો અને પોતાની જ રીતે નિમણુંકો કરી જિલ્લાનો વહીવટ પોતાની આક્રમક સ્ટાઈલથી કરેલો. આ સ્ટાઈલ તો કોઈ રાજકારણીઓને માફક આવે નહિએ બાબત દેશની શાણી જનતા આઝાદીના આટલા વર્ષેાના અનુભવે જાણી ચુકી છે તે બાબત સર્વવિદીત પણ છે.

તાજેતરમાં ગયેલ લોકસભા ચુંટણીમાં પણ પોલીસવડાએ પોતાની આગવી સ્ટાઈલથી જ કડક બંદોબસ્ત રાખી નિષ્પક્ષ ચુંટણી માટેનો માહોલ તૈયાર કરેલો તેની નોંધ ચુુંટણી કમીશને પણ લીધેલી. આથી ચુંટણી નિર્વિઘ્ને અને શાંતિથી પુર્ણ થયેલી તેમાં અમુક અંશે પોલીસવડાની કડક કાર્ય પધ્ધતિ અને નિતી તથા જિલ્લાની શાણી, સમજુ અને માનવતાવાદી જનતાનો પણ ફાળો હતો. ચુંટણીમાં દેશ લેવલે ડંકો તો રાષ્ટ્રવાદીઓનો જ વાગ્યો અને લોકશાહી ધોરણે માનવતાવાદી સરકાર રચાઈ. પરંતુ રાજયમાં તો હિસાબ કિતાબ જુના માપદંડ મુજબ જ થતા હતા. આથી આ ભાવનગરના કડક પોલીસ વડાને લોકસભાની ચુંટણી આચારસંહિતા પુરી થયે બદલીને અન્ય બળતુ ઘર કૃષ્ણાર્પણ થયેલુ અને ભાવનગર જિલ્લામાં નવા બુધ્ધીજીવી અને હોંશીયાર પોલીસવડાની નિમણુંક થઈ. હવે દિવાળીના તહેવારો આવતા હતા ફોજદાર જયદેવનું કુટુંબ રાજકોટ હતુ તેથી તે દસ દિવસની રજા લઈ રાજકોટ ચાલ્યો ગયો.

દિવાળીના નવા દિવસો દરમ્યાન જ તળાજા મહુવા હાઈવે નીચેથી પસાર થતી શેત્રુંજી કેનાલમાંથી એક ફેંકી દીધેલી માનવ લાશ મળી આવી જે ગળેટુપો દઈ મારી નાખેલ પુરૂષની લાશ હતી. તે જ દિવસે અને સમયે પડોશના દાઠા પોલીસ સ્ટેશનના ગામ તળાવમાંથી પણ આ જ પ્રકારની પુરૂષની ખુન કરેલી લાશ મળી આવેલી. બબ્બે અનડીટેકટ ખુનના ગુન્હા એક સાથે જાહેર તા નવા આવેલા બાહોશ પોલીસવડા ઓફિસમાં બેઠા રહે ? તેમણે તળાજા ગુન્હાની જગ્યાની વિજીટ કરી અને તળાજ ફોજદાર હાજર નહિ હોય તે અંગે પુછપરછ કરતા રજા ઉપર હોવાનું જાણવા મળ્યુ. આ પોલીસવડા દુર્લભ એવી ઉંચી યાદશકિત ધરાવતા હોય તેમણે જયદેવનું નામ સાંભળીને કહ્યુ કે કયાંક સારી રીતે નામ સાંભળ્યુ છે. તેમને દસ વર્ષ પહેલા તેઓ આણંદ જિલ્લામાં પ્રોબેશન પિરીયડમાં હતા તે સમયનો કિસ્સો યાદ આવ્યો અને હાજર પોલીસ અધિકારીઓ અને જવાનોને જયદેવનું ચહેરા નિશાન, શારીરિક બાંધો ઉંચાઈ વિગેરે વર્ણવીને પુછયુ કે અગાઉ ગોધરા રેલ્વે ફોજદાર હતા તે તો નહિને ?હાજર લોકોએ કહ્યુ કે તે ગોધરા હતા કે કેમ તે ખબર નથી પણ તમે જે વર્ણન કરો છો તે જ આ ફોજદાર જયદેવે છે. આથી પોલીસવડાએ કહ્યુ કે જો આ ફોજદાર જયદેવ હોય તો આ બંને ખુનના ગુન્હા વહેલા મોડા પણ ડીટેકટ તો થશે જ. આવો અભીપ્રાય પોલીસવડાએ જાહેર કરતા હાજર તમામ લોકો ને નવાઈ લાગી.

તે બનાવ એવો હતો કે આણંદ જિલ્લાના વણાંકબોરી થર્મલ પાવર પ્રોજેકટમાં કોલસો મધ્યપ્રદેશ કે બિહારથી રેલ્વે માલગાડીઓ દ્વારા આવતો હોય છે. આ રીતે એક માલગાડી કોલસાના વેગનો ભરીને વણાંકબોરી વિજમથકમાં આવેલ ત્યાં બે વેગન વચ્ચેનો એક શટીંગ પોઈન્ટ ઉપર એક કોથળો બાંધેલો હતો. આ છેલ્લુ-ટર્મીનસ હોય અહિથી વેગનો ખાલી થઈ પાછા જવાના હોઈ કોઈએ આ કોથળો ખોલતા તેમાંથી લોહીથી લથબથ માનવ લાશ મળી આવેલી જેથી આ તપાસમાં પોલીસવડાના માર્ગદર્શન હેઠળ ત્યાંની લોકલ ક્રાઈમ બ્રાંચના બાહોશ પીઆઈ દેવિસિંહ સોલંકી કરતા હતા. લાશ તો ખુબ દુરથી બહાર થી જ આવેલી હતી. તે નકકી હતુ પણ તે બાબત દસ્તાવેજી રૂપે નકકર પણે નકકી કરવાની હતી. આથી આ બંને અધિકારીઓ વણાંક બોરીથી સેવાલીયા પછી ડેરોલ એ રીતે એક પછી એક રેલ્વે સ્ટેશનો ઉપર તપાસ કરતા કરતા આગળ વધતા હતા, પણ કોઈ સુરાગ મળતો ન હતો. હવે પછીનું રેલ્વે સ્ટેશન ગોધરાના રેલ્વે ફોજદાર જયદેવ હોવાનું સોલંકીએ સાભળતા તેણે પોલીસવડાને કહેલ કે ગોધરા રેલ્વે સ્ટેશનેથી ફોજદાર જયદેવ નકકી કાંઈક પતો પુરાવો મળવી દેશે. મને તેની ખબર છે. જયદેવની શરૂઆતની નોકરી ઝંઝાવતી અને તોફાની બેટસમેન જેવી જે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હતી તે વખતે આ ડી.એલ. સોલંકી પણ રાજકોટ ગ્રામ્યના ફોજદાર હતા અને તેઓ આ જોતા હતા આમ આ બંને અધિકારીઓ ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર આવ્યા. આથી જયદેવે બંનેની ખાતાકીય અને જુના પરિચયની રૂએ મહેમાનગતી કરી આવકાર્યા.

પીઆઈ સોલંકીએ આ બનાવની પુરી માહિતીથી જયદેવ નેવાકેફ કર્યો અને કહ્યુ કે હવે તપાસ એ કરવી છે કે આ માલગાડી અહિ ગોધરા ઉભી રહેલ કે કેમ ? આથી જયદેવ કહ્યુ જો માલગાડી અહિં ઉભી રહી હશે તો જ્યાં વેગન ઉભા હશે ત્યાં નીચે લોહી પણ ટપકયુ હશે અને તેના નીશાનો તો મળશે જ. આથી જયદેવ સ્ટેશન માસ્ટરની ઓફીસમાં ફોન કર્યો જોગાનુ જોગ ફરજ ઉપર જયદેવની પડોશમાં રહેતા આસીસન્ટ સ્ટેશન માસ્તર અગ્રવાલ જ હતા. આથી તમામ ત્યાંજ ગયા. એ.એસ.એમ. અગ્રવાલે માલગાડી નંબર જોઈ રેકર્ડ તપાસીને કહ્યું હા આ માલગાડી અહિં ઉભી રહેલી તેથી રેકર્ડ ઉપરથી જોઈને નકકી કર્યુ કે ખરેખર જેટલી કયા ટ્રેક ઉપર ઉભી રહેલી અને ખરેખર કઈ જગ્યાએ રેલ્વે એન્જીન ઉભુ રહેલુ તે નકકી કરીને માલગાડીના વેગનની ગણતરી કરતા કરતા જે નંબરના વેગનો વચ્ચેથી કોથળો મળેલો તે જગ્યા અનુમાને નકકી કરતા તે જગ્યાનું બારીકાઈથી નિરીક્ષણ કરતા બે પાટા વચ્ચે ના ભાગે લોખંડના સ્લીપરો અને પથ્થરની કપચીઓ ઉપર માનવ લોહિ મળી આવેલુ. આથી પોલીસ વડા ત્યાંજ ખુશ થઈ ગયેલા અને જયદેવને શાબાશી આપેલી.

પોલીસવડાની સ્મરણ શકિત ખરેખર અદ્ભુત હતી તે તો તેમની જોડે ભાવનગર જિલ્લામાં નોકરી કરતા દરમ્યાન કેટલાયે અનુભવ થયેલા. પોલીસવડાએ જે તે વખતે જ તળાજા ખાતે હુકમ કરી દીધો કે ફોજદાર જયદેવ ફરજ ઉપર હાજર થાય તુર્તજ આ બંને દાઠા સહિતના ખુનકેસની તપાસ જયદેવને સોંપવી.

તળાજાના ડીસ્ટાફ કોન્સ્ટેબલ વાળાએ આ પ્રસંગની વાત ટેલીફોનથી રાજકોટ જયદેવને કરી અને ઉમંગથી કહ્યુ કે સાહેબ પોલીસવડાએ તો તમારા ખુબ વખાણ કર્યા હવે કામ થઈ ગયુ. મજા જ મજા ! પરંતુ જયદેવ એ હકીકત પણ જાણતો હતો કે આ પોલીસ વડા અગાઉ જયારે મહુવા ખાતે મદદનીશ પોલીસવડા હતા ત્યારે કોન્સ્ટેબલ ફૌજી કે જે નો જયદેવે ધજાગરો કરેલો અને ફુટબોલની માફક તેની સાથે રમત પણ રમેલ હતી. મહુવા ખાતે ફૌજી આ પોલીસવડાનો ખાસ અને અંગત માણસ હતો, તેથી આ પોલીસવડા ભાવનગર જિલ્લામાં જ નિમણુંક પામતા હવે ભાવનગર જિલ્લાનો તો ફૌજી જ બનવાનો હતો અને માનવ સહજ બદલાની વૃતિથી ભલે તે બીજી રીતે બદલો ન લઈ શકે પણ ખોટી ઈન્કવાયરીઓ ઉભી કરાવી દેતો હવે આટલા લાંબા ગાળાની નોકરી પછી રૂટીન કોર્સમાં આવતુ પ્રમોશન અટકી પડે. આમ તો આ પીઆઈ કે પોલીસ ઈન્સ્પેકટર તરીકે કામ તો ફોજદાર જેવુ જ કરવાનું હતુ પણ પહેલા જે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને જમાદારો, ફોજદાર તરીકે સલામ કરતા હતા તેમાં એક હવે વધારો થવાનો હતો. ફોજદારો સલામ કરતા થાય . બાકી પ્રમોશનથી વધારે કાંઈ કાંદો કાઢી લેવાનો નો ન હતો, જવાબદારી વધવાની હતી.

અહિ ભાવનગર જિલ્લામાં તો જયદેવ સાથે વિચિત્ર બાબત બનવાની હતી, કાર્યદક્ષતાને કારણે પ્રમોશન તો ઠીક પણ પ્રમોશન અટકી પડે તેવા સંજોગો ફૌજીને કારણે ઉભા થવાના હતા. તેથી આ નવા પોલીસવડાના કાર્યકાળ દરમ્યાન નોકરી કરવી એટલે વગર કારણે સજા. કેમ કે જયદેવે અત્યાર સુધી તમામ સો એક જ લાકડી એ (કાયદાની) ચલાવવાનું કાર્ય કરેલ છે. તેવાં સંજોગોમાં ફૌજીને મદદ કરનારા પણ મળી જાય તેવું બને.

આથી જયદેવે રજા પુરી થતા બીજા દસ દિવસનો સીકરજાનો રીપોર્ટ મોકલી દીધો. સાથેસાથે પોતાની બદલી તળાજાથી સીઆઈડીઆઈબી માં ગમે ત્યાં કરવા રાજ્યના પોલીસવડાનો રીપોર્ટ પણ મોકલી દીધો. આ બદલી તાત્કાલીક તો થાય તેમ ન હતી. તેથી ફરીથી તળાજા હાજર થવુ પડે તેવા સંજોગો હોઈ, પોલીસવડા જે છેલ્લા જિલ્લામાંથી બદલાઈને ભાવનગર આવેલ ત્યાંના એલ.સી.બી.ના ફોજદાર ભુવાને ટેલીફોન લગાડયો, ભુવાએ પણ અગાઉ જયદેવ સાથે પોરબંદર નોકરી કરેલી તેથી પરીચય હતો. તેથી ભુવાએ ટેલીફોન કરી ભાવનગર પોલીસવડાને વખાણ કરી જયદેવની ભલામણ કરી આી પોલીસવડાએ કહ્યુ હું ઘણા સમયથી જયદેવને ઓળખુ છુ. આથી ભુવાએ પોલીસવડાને ફૌજી તથા જયદેવના ભુતકાળના ભાવનગર સ્પેશ્યલ સ્કોડ વખતના અણ બનાવની વાત કરતા. પોલીવડાએ કહ્યુ ફૌજી ગમે તેટલો મારો અંગત વ્યકિત હોય પણ તે કોન્સ્ટેબલ છે જયારે જયદેવ અમલદાર છે ઉપરાંત એક ઉમદા વ્યકિત છે માટે તેમને જણાવો કે તેમને જે શંકા છે તેવુ કોઈ નહિ બને મારે તો કાર્યદક્ષતાની જરૂરત છે આથી જયદેવ તળાજા આવી રજા પુરી કરીને હાજર થઈ ગયો અને હાજર થતા જ બંને અનડીટેકટેડ ખુનની તપાસો તેને મળી ગઈ.  જયદેવે તપાસ સંભાળતા જ જે લાશની આજુબાજુમાં વસ્તુઓ મળેલી તેમાં એક કાગળમાં એક ટેલીફોન નંબર હતો. જે નંબર ડાયલ કરતા દક્ષિણ ગુજરાતમાં વાપી વલવાડ બાજુમાં દમણ પાસે આવેલા ઉદવાડા ગામનો એસ.ટી.ડી.પી.સી. ઓ નો નંબર હતો. આથી લાશના ફોટોગ્રાફ સાથેની ચીજ-વસ્તુઓ વિગેરે સાથે લઈને ઉદવાડા જવુ જરૂરી હતુ જેથી કદાચ મરનાર ને ત્યાં કોઈ ઓળખતુ હોવાની સંભાવના હોય તેને બતાવી શકાય અને જો લાશો ઓળખાય તો કદાચ ગુન્હાઓ ડીટેકટ પણ થાય.

જયદેવે ભાવનગર જઈ નવા પોલીસવડાને ફર્સ્ટ ડ્રેસ, ક્રોસ બેલ્ટ, પીકેપ પહેરીને મળ્યો. નવા પોલીસ વડા જયદેવ ને જોઈને ખુશ થયા ખાસ તો એટલા માટે કે જે જયદેવ ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશને મળેલો તે જ આ જયદેવ હતો. કેમ કે નવા પોલીસવડા પણ કાર્યદક્ષતા અને હોંશીયાર વ્યકિતને પ્રોત્સાહન અને અગ્રતા આપવાનો સ્વભાવ ધરાવતા હતા. બંને એ જુના સંસ્મણો વાગોળીને આ ડબ્બલ મર્ડર કેસની ચર્ચા કરતા પોલીસવડાએ કહ્યુ કે સંજોગો જોતા બંનેક ગુન્હા એક જ બનાવના એટલે કે એક જ ગુન્હો રનીંગ બનતો જણાય છે અને મને વિશ્ર્વાસ છે કે આ ગુન્હો પણ તમે જ ડીટેકટ કરશો તેવી ચેલેન્જ મેં પત્રકારો ને પણ કરેલી જ છે. જયદેવ ને થયુ કે આ તો પ્રોત્સાહન સાથે જવાબદારીનું ભારણ પણ આપતા લાગે છે. જયદેવે કહ્યુ ચોકકસ સાહેબ, હું મારા પુરા પ્રયત્નો આ ગુન્હો તપાસ કરવા માટે કરીશ પરંતુ પહેલા આ લાશો કોની છે તે ઉદ્વાડા દમણ જવુ જરૂરી છે આથી તેમણે કહ્યુ ભલે બે પાંચ દિવસની તૈયારી કરીને સરકારી જીપ લઈને ઉપડો.

જતા જતા જયદેવે પોલીસવડાને વિનનમ્રતા થી કહ્યુ કે સાહેબ મેં રાજય પોલીસવડાને મારી બદલી સીઆઈડી આઈબીમાં કરવા રીપોર્ટ મોકલ્યો છે તે આગળ ફોરવર્ડ કરશો તેવી મારી ઈચ્છા છે. આથી પોલીસ વડાએ કહ્યુ હુ અહિં ભાવનગર છુ ત્યાં સુધી તો તમે અહિં રહો. જયદેવે કહ્યુ ભલે હું મારો સીઆઈડી આઈબી નો બદલી હુકમ આવશે તો પણ આપ કહો ત્યાં સુધી અહિંથી છુટો નહિ થાઉ. પણ રીપોર્ટ ફોરવર્ડ કરશો. પાછળથી પોલીસ વડાએ તે રીપોર્ટ ફોરવર્ડ નહિ કરતા ફાઈલે કરેલો. પરંતુ જયદેવના મનની ફૌજી અંગેની શંકા નિર્મુળ થતા તેણે પોતાની જુની પધ્ધતિ મુજબ કામગીરી કરવાનું ચાલુ કરી દીધુ.

આથી દમણ તરફ તપાસમાં જવા માટે ચુનંદા જવાનો ને ચાર-પાંચ દિવસની યાત્રા માટે તૈયારી કરવા જણાવી બે -ત્રણ દિવસમાં તે પોતાનો કાફલો લઈ વાપી વલસાડ અને દમણ જવા રવાના થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.