Abtak Media Google News

એન્ડ્રોઈડ અને આઈઓએસના જૂના વર્જનમાં વોટ્સએપની બાદબાકી થશે

પરંપરાગત એસએમએસનું સન છીનવી લેનાર અને યુવા પેઢીના જીવનનો એક ભાગ બની જનાર વોટ્સએપ મેસેજીંગ સર્વિસ આવતા વર્ષી લાખો સ્માર્ટફોનમાંથી અદ્રશ્ય થઈ જશે. એન્ડ્રોઈડ કે આઈઓએસનું જૂનું વર્જન ધરાવતા હશે તેવા મોબાઈલમાં વોટ્સએપ આગામી વર્ષી બંધ થઈ જશે. ઉપરાંત વિન્ડોઝ ફોન પણ આગામી ૩૧ ડિસેમ્બરી બંધ થવા તરફ છે. ત્યારે માત્ર ૨ થી ૩ મહિનામાં જ લાખો ફોનમાં વોટ્સએપ નહીં ચાલે.

તાજેતરમાં ફેસબુક દ્વારા વોટ્સએપના આ નિર્ણય અંગે જાણકારી આપવામાં આવી હતી. જે એન્ડ્રોઈડ ડિવાઈસમાં ૨.૩.૭ નું એન્ડ્રોઈડ અવા તેનાી નીચુ વર્જન ચાલતુ હશે તે ફોનમાં આગામી વર્ષી વોટ્સએપ ચાલશે નહીં. ઉપરાંત આઈફોનની આઈઓએસ-૮ અવા તેનાી નીચેના વર્જનમાં પણ વોટ્સએપ ઓપરેટ ઈ શકશે નહીં. એકંદરે લાખો એવા થઈ જશે જેમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકાશે નહીં. ૨.૩.૭નું એન્ડ્રોઈડ કે તેનાી નીચુ ઉપરાંત આઈઓએસ ૮ કે તેનાથી નીચે વર્જન ઉપયોગ કરતા હોય તેવા લાખો ફોનમાં તો અત્યારથી જ  વેરીફાઈનો વિકલ્પ વોટ્સએપ આપી રહ્યો નથી.

આગામી તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૯થી વોટ્સએપ કોઈપણ વિન્ડોઝ ફોનમાં ઓપરેટ થઈ શકશે નહીં. આ ઉપરાંત હવે એન્ડ્રોઈડ અને આઈઓએસના જૂના વર્જનમાં પણ વોટ્સએપનો ઉપયોગ નહીં થઈ શકે તે પ્રકારના નિયમી અનેક ગ્રાહકોને તકલીફ પડી શકે તેવી સ્થિતિ છે. અહીં નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪માં ફેસબુક દ્વારા ૧૯ બીલીયન ડોલરમાં વોટ્સએપની ખરીદી કરવામાં આવી હતી. હાલ વોટ્સએપ લગભગ દરેક સ્માર્ટ ફોનમાં ઉપલબ્ધ છે. વોટ્સએપના કારણે મેસેજીંગ સર્વિસ વધુ સસ્તી અને સ્માર્ટ બની ચૂકી છે. દરમિયાન વોટ્સએપ મેસેજીંગમાં કોલીંગનો સમાવેશ થતાં ગ્રાહકોની સુવિધા વધી છે.

ગત મહિને વોટ્સએપ દ્વારા કોલ વેઈટીંગ ફીચર માટે ટેકનીકની ખરીદી કરવામાં આવી હતી. જે સમયે એક વોટ્સએપ કોલ ચાલતો હોય ત્યારે બીજો વોટ્સએપ કોલ આવે તો તે ઓટોમેટિક ડિસકનેકટ ઈ જાય અને મીસ કોલ નોટિફીકેશન મળી જાય તે પ્રકારની આ સર્વિસ હતી. હવે વોટ્સએપ દ્વારા નવા વર્જનમાં કોલ ઉપાડીને વેઈટીંગમાં પણ મૂકી શકે તે પ્રકારની ગોઠવણ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.