Abtak Media Google News

Ipoint Logo For Header 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૨૭૨૦.૧૬ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૩૩૮૧.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૩૩૫૪.૯૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૨.૩૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૯૭.૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૩૭૧૭.૬૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૫૪૯.૧૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૯૭૦૫.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૬૯૩.૬૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૪.૩૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૧.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૯૮૬૦.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જૂન ગોલ્ડ રૂ.૪૫૮૦૧ ના મથાળેથી ખુલીને રૂ.૪૫૯૪૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૭૪૦ ના નીચા મથાળે નોંધાવી ૬૪૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૪૯૦૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૪૨૦૫૩ ના મથાળેથી ખુલીને રૂ.૪૨૭૭૬ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૬૦૦ ના નીચા મથાળે નોંધાવી ૭૮૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૦૯૮૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

ડેરિવેટીવ્ઝમાં એપ્રિલ વલણનો અંત ભારતીય શેરબજારોમાં તોફાની તેજીએ આવ્યો હતો. કોરોના મહામારી સામે વૈશ્વિક ચાલી રહેલી લડતમાં દવા-વેક્સિનના થઈ રહેલા સંશોધનમાં અમેરિકાની જીલિડ કંપનીની રેમડેસિવિર દવા કોરોના દર્દીને ૩૧% ઝડપી સાજા કરી રહ્યાના અહેવાલ અને યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા ઝીરો વ્યાજ દર જાળવવામાં આવતાં તેમજ ચાઈનાના ફેકટરી ઉત્પાદનના આંક અપેક્ષાથી સારા આવતાં વૈશ્વિક બજારોમાં તેજી સાથે હવે ભારત સરકાર દ્વારા આર્થિક સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાના સંકેતે શેરોમાં ફંડોએ સતત ચોથા દિવસે શેરોમાં સાર્વત્રિક આક્રમક તેજી કરી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતાં અટકીને નાયમેક્ષ ક્રુડ બેરલ દીઠ ૧૬ ડોલરની સપાટી કુદાવી જતાં અને સામે અમેરિકી ડોલર સામે રૂપિયો સતત મજબૂત બનતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી જોવા મળી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત બીજા દિવસે મજબૂત બની ૫૮ પૈસા ઉછળીને ૭૫.૧૧ રહ્યો હતો. વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં અંદાજીત રૂ.૧૯૬૮.૮૦ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૫૭૯.૦૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. બીએસઈ સેક્ટરલ ઈન્ડાયસીસમાં મેટલ, ઓટો, આઈટી, ટેક, ઓઈલ એન્ડ ગેસ, બેઝિક મટિરિયલ્સ, ટેલિકોમ, એનર્જી, યુટિલિટીઝ, પાવર, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી ગુડ્સ એન્ડ સર્વિસિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ડસ્ટ્રિયલ, ફાઈનાન્સ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી , જ્યારે માત્ર એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૩ અને વધનારની સંખ્યા ૧૩૪૨ રહી હતી, ૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, બજારનો વર્તમાન સુધારો તો જોકે આર્થિક પેકેજની આશા પાછળ છે અને બજાર વધુ કેટલું સુધરશે તે પણ પેકેજના કદ અને તેમાં શું રહેલું છે તેના પર છે. જો પેકેજ ખરેખર ખૂબ જ અસરકારક જણાશે તો બજારમાં બાઉન્સ આગળ વધશે. હાલમાં બજાર નેગેટિવ અહેવાલોને અવગણી રહ્યું છે. તે આશા પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. લિક્વિડિટીને કારણે બજારોમાં તેજી આવી છે. ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ ટ્રેન્ડ પોઝિટિવ છે. ભવિષ્યમાં વેક્સિનેશનની અપેક્ષા પાછળ કોરોનાના પ્રસારમાં ઘટાડાની અપેક્ષા છે. ક્રૂડના ભાવમાં ઘટાડાને કારણે વૈશ્વિક બજારો પોઝિટિવ છે. યુએસ, યુરોપ અને એશિયા તરફથી મોનેટરી સ્ટિમ્યુલસને કારણે પણ બજારને મોટો સપોર્ટ મળ્યો છે. જોકે સમયાંતરે બજાર કરેક્શન દર્શાવતું રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

  • ઇન્ડીગો બંધભાવ ( ૯૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૬૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૩૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ બંધભાવ ( ૫૧૦ ) :- રૂ.૪૯૦ નો પ્રથમ તેમજ રૂ.૪૭૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૩૪ થી રૂ.૫૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક બંધભાવ ( ૪૬૮ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૮૮ થી રૂ.૪૯૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક બંધભાવ ( ૪૪૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૩૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૬૪ થી રૂ.૪૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.