Abtak Media Google News

દેશભરમાં 3જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમજ કોવિડ 19ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે.

Advertisement

કેન્દ્ર સરકાર પણ લોકડાઉન બાદ ઝોન આધારે જિલ્લાઓમાં છૂટછાટ અને કડક અમલ કરાવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે.

રેડ ઝોનમાં કડક અમલ કરાવવામાં આવશે, જ્યારે ઓરેન્જ ઝોનને થોડીક છૂટછાટ મળી શકે છે. તેમજ ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા થોડી વધુ આંશિક રાહત મળી શકે છે.

■ ગુજરાતમાં રેડ ઝોન : અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લી.
■ ઓરેન્જ ઝોન : રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગર
■ ગ્રીન ઝોન : મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા
■ ગુજરાતના કુલ ૩૩ જિલ્લામાંથી રેડ ઝોનમાં ૯ જિલ્લા, ઓરેન્જ ૧૯ અને ગ્રીનમાં ૫ જિલ્લાનો સમાવેશ થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.