Abtak Media Google News

સારવાર આપતા હોસ્પિટલના સ્ટાફ સાથે લોકો નિપાહ વાયરસના દર્દીઓની જેમ વર્તન કરી રહ્યા છે: મૃત્યુ બાદ પણ નિપાહ વાયરસ સંપૂર્ણપણે નાશ ન થતાં હોવાથી દર્દીઓના અંતિમ સંસ્કારમાં પણ બાધા

સ્વાઇનફલુ બાદ હવે નિપાહ વાયરસે કાળો કહેર મચાવ્યો છે. કેરળથી શરુ થનારા નિપાહ વાયરસનો ઢર પુરા ભારતમાં ફેલાયો છે. આ વાયરસ ચામાચીડીયામાં કુદરતી રીતે જોવા મળે છે. ચામાચીડીયા જે ફળ ખાય છે જેના સંપર્કમાં આવ વાયરસ આવવાથી કોઇપણ જીવ કે માણસને પ્રભાવિત કરે છે. અને અંતે મોતને ઘાટ ઉતારે છે. નિપાહ વાયરસને લઇ દરેક રાજયોમાં  હાઇ એલર્ટ જાહી રકી દેવાયું છે અને આરોગ્ય વિભાગ સહીત હેલ્થ ટીમી દોડતી થઇ ગઇ છે. જો કે આ વાયરસની હજુ સુધી કોઇ રસી ન શોધાતા બીમારી વધુ તીવ્ર બની છે અને સામાજીક સમસ્યા બની છે.

Advertisement

આ એક ચેપી વાયરસ હોવાથી ખુબ જ ઝડપથી પ્રસરે ઘણાં લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને મોતના મુખમાં ધકેલાયા છે. નિવાહ વાયરસના પીડીત દર્દીને યોગ્ય સારવાર આપવામાં હેલ્થ વર્કરો પણ આનો ભોગ બની રહ્યા છે. હેલ્થ વર્કરોમાં ભય પ્રસરયો છે. સેવા આપવાથી તેઓ દુર ભાગી રહ્યા છે. દર્દીઓના મોત બાદ પણ આ વાયરસ સંપૂર્ણપણે નાશ થતાં નથી. આથી દર્દીના અંતિમ સંસ્કાર માટે પણ સ્મશાનનો સ્ટાફ અનિચ્છા વ્યકત કરી રહ્યો છે.

કોચીની પેરામતા તાલુક હોસ્પિટલમાં સારવાર આપતી એક નર્સ કે જેને હાલ ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. બુધવારના રોજ તેણી હોસ્પિટલથી ઘરે જવા બસમાં બેસી તો અન્ય યાત્રીકોએ તેને અન્ય વાહનમાં જવા કહી દીધું. રીક્ષા ચાલકોએ પણ તેમને હેલ્પ કરવા ના કહી દીધી આવો જ એક બીજો કિસ્સો જોઇએ તો પોલીસે સ્મશાન સ્ટાફના બે વ્યકિત વિરુઘ્ધ ફરીયાદ નોંધી છે. કારણ કે તેઓએ નિપાહ વાયરસથી મોત પામેલા એક દર્દીના અંતિમ સંસ્કાર કરવાની ના કહી દીધી હતી.

હોસ્૫િટલોના સ્ટાફ સાથે લોકો નિપાહ વાયરસના દર્દીઓની જેમ વર્તન કરી રહ્યા છે. કોચીના જીલ્લા મેડીકલ ઓફીસર ડો. જયશ્રી વાસુદેવને કહ્યું કે, નિપાહ વાયરસના ભયને કારણે લોકો સચેત થયા છે. અને તકેદારી રાખી રહ્યા છે. આથી નિપાહ વાયરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જો કે, આ બીમારીના લક્ષણો કારણો સારવાર વગેરે વિશે લોકો વધુ સજાગ બને તે માટે જાગૃકતા અભિયાન ચલાવવું જોઇએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.