Abtak Media Google News

૩૬ કંપનીઓમાં ૩૦૦ થી વધારે રોજગાર વાંચ્છુકોએ ઇન્ટરવ્યુ આપ્યા: ર૦૦ થી વધુ યુવકયુવતિઓની પસંદગી કરાઇ

રાજકોટમાં ધો.૧ર પાસ કે ગ્રેજયુએટ યુવાન યુવતિઓ ને તેમના ભણતર અને કૌશલ્યને અનુરુપ રોજગારી મળી રહે તે માટે એચ.એન. શુકલા કોલેજ તથા રોજગાર કચેરીના સંયુકત ઉપકમે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અંદાજે ૪૦ જેટલી કંપનીઓએ ૪૦૦ જેટલા રોજગારી ઇચ્છતા યુવાનોના ઇન્ટરવ્યુ લીધા.

Advertisement

Vlcsnap 2019 02 28 13H11M10S226

અબતક સાથેની વાતચીતમાં મેહુલભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે એચ.એન.શુકલા કોલેજ તથા રોજગાર કચેરી દ્વારા સંયુકત ઉપક્રમે જોબફેરનું  આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે ૪૦ જેટલી કંપનીઓ જોબફેરમાં આવેલ છે. આશા છે કે ૪૦૦ જેટલા જોબ ઇચ્છુક ઉમેદવારો તેમા ભાગ લઇને જોબ મેળવશે. આશા છે કે એચ.એન. શુકલા કોલેજ તેમજ રોજગાર કચેરી દ્વારા દર ત્રણ મહીને આ પ્રકારના જોબફેરનું આયોજન કરવામાં આવશે. જોબફેરએ કંપની અને ઉમેદવારો વચ્ચેનું માઘ્યમ છે. સ્વાભાવિક છે કે ભણતર એક પ્રકિયા છે યુનિવર્સિટી અને કોલેજોનું કામ ભણાવવાનું છે પણ પ્લેસમેન્ટ આજે ખુબ જ મહત્વનો ભાગ છે. વિઘાર્થીઓને કરિયર બનાવવા માટેનું આ પ્રથમ અને સુંદર પગથીયું છે. એ પછી તે પોતાના અનુભવથી આગળ વધે અને પોતે પોતાની પાંખો ફેલાવી શકે એ પછીનું માઘ્યમ છે. પહેલા પગથીયા તરીકે હું માનું છું કે પ્લેસમેન્ટ એ ઉત્તમ પગથીયું છે.

Vlcsnap 2019 02 28 13H11M17S37

સૌરભ પાંડે જણાવ્યું હતું કે  હું અહીં નેશનલ કરિયર સર્વિસ જે ગર્વમેન્ટનો નવો પ્રોજેકટ ચાલી રહ્યો છે તે મોડેલ કરિયર સેન્ટર તે સંભાળું છું. મોડલ કરિયર સેન્ટરનું કામ જેને ૧ર પાસ કર્યુ હોય ગ્રેજયુએશન પુરુ કયુૃ હોય તેમને જોબ અપાવવાનું કામ કરવાનું હોય છે. આ ફકત ગુજરાત પુરતું સીમીત ન રહેલા ઓલ ઓવર ઇન્ડિયાના પણ થાય   છે અને રોજગાર કચેરીના માઘ્યમથી કરી શકાય છે. જોબફેરથી વિઘાર્થીઓને ખ્યાલ આવે છે કે મારા માટે આ જોબ બરાબર છે કે નહિ અહીં તેઓ બધી જ કંપનીમાં ઇન્ટરવ્યુ આપી શકે છે. આ તકે તેઓ પોતાનું જજમેન્ટ લઇ શકે છે કે તેમનું લેવલ શું છે અને શું કરી શકે છે.

ચેતનાબેન મારડીયાએ જણાવ્યું હતું કે આજરોજ એચ.એન. શુકલા કોલેજ તેમન મદદનીશ રોજગાર કચેરીના સંયુકત ઉપક્રમે અહી જોબફેરનું આયોજન થયેલું છે. જેમાં ૪૦ થી વધુ કંપનીઓએ ભાગ લીધેલો છે. જેમાં ઘણી બધી વેકેન્સી વિઘાર્થીઓને મળી રહે છે. અહી દરેક કંપનીઓ પોતાની વેરીયસ પોસ્ટ ઉપર કંપનીના પ્રોફાઇલ પ્રમાણે ઉમેદવાર શોધી રહીછે  આ તકે વિઘાર્થીઓને ઇન્ટરવ્યુનો એકસપીરીયન્સ પણ મળે છે. તેમજ પ્લેટમેન્ટ પણ મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.