Abtak Media Google News

પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા હવે 5 દિવસ માજ પૂર્ણ કરાશે , પોલીસ અધિકારીઓને અપાશે ટેબ્લેટ

પાસપોર્ટનું નામ પડતાં જ પોલીસ વેરિફિકેશનનું દ્રશ્ય આંખ સામે આવી જતું હોય  છે. એટલુંજ નહીં વેરિફિકેશન માટે ધકકા પણ એટલાજ ખાવા પડે છે . ત્યારે પાસપોર્ટ મેળવનાર અરજદારોના ઘરે પોલીસ આવી વેરીફિકેસન કરી જશે જેથી જે સમય લાગતો હતો તે નહીં લાગે અને પ્રક્રિયા પણ સરળ થઈ જશે. જે રીતે ભારત દેશ સ્માર્ટ બની રહ્યો છે તેથી આપણી પોલીસને પણ સ્માર્ટ બનાવવામાં આવી રહી છે. હવે દિલ્હી પોલીસને એવા ટેબ આપવામાં આવ્યા છે કે પાસપોર્ટ વેરિફિકેશનની અરજીઓ ઘણી ઓછી થઈ જાઈ. જે કામ માટે અગાઉ 15 દિવસ નક્કી કરાયા હતા તે હવે માત્ર 5 દિવસમાં પૂર્ણ થશે. ગઈકાલે દિલ્હી પોલીસના સ્થાપના દિવસે ગૃહમંત્રી અમિત શાહે જે કહ્યું હતું તે મુજબ વિદેશ મંત્રાલયે આજે મોબાઈલ પાસપોર્ટ પોલીસ એપ પણ લોન્ચ કરી છે. ચાલો જાણીએ કે તે કેવી રીતે કામ કરશે.

વિદેશ મંત્રાલયે શુક્રવારે ‘mPassport પોલીસ એપ’ લોન્ચ કરી છે. પાસપોર્ટ જારી કરતી વખતે પોલીસ વેરિફિકેશનમાં લાગતો સમય ઘટાડીને હવે જે સમય લાગે છે તેના એક તૃતીયાંશ કરવાનો હેતુ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જ દિલ્હી પોલીસના સ્થાપના દિવસના અવસર પર દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના પોલીસકર્મીઓને 350 મોબાઈલ ટેબલેટ આપ્યા હતા.

શુક્રવારે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસ દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન અનુસાર, નવું ઉપકરણ હવે પોલીસ વેરિફિકેશનની તમામ પ્રક્રિયાઓને પૂર્ણ કરશે અને રિપોર્ટ સબમિશન પેપરલેસ થઈ જશે. ટેબલેટ દ્વારા પોલીસ વેરિફિકેશન તેના વેરિફિકેશન માટે લાગતો સમય 15 દિવસથી ઘટાડીને માત્ર 5 દિવસ કરી દેશે. દિલ્હીના પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસર અભિષેક દુબે દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આના કારણે પાસપોર્ટ જારી કરવામાં લાગતો સમય અસરકારક રીતે 10 દિવસ સુધી ઘટી જશે.

દિલ્હીના રિજ્યોનાલ પાસપોર્ટ અધિકારીએ  એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ કાર્યક્ષમ સેવા પ્રદાન કરવા અને ડિજિટલ ઈન્ડિયા તરફ પ્રતિબદ્ધ છે. ‘mPassport પોલીસ એપ’ વેરિફિકેશનનો સમય ઘટાડીને 5 દિવસ કરી દેશે. એક દિવસ પહેલા દિલ્હી પોલીસે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, ‘માનનીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના પોલીસકર્મીઓને 350 મોબાઈલ ટેબલેટ આપ્યા છે. આ ટેબલેટથી પાસપોર્ટ એપ્લિકેશન વેરિફિકેશનની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ અને પેપરલેસ બની જશે અને વેરિફિકેશન માટે લાગતો સમય ઘટીને 5 દિવસ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.