Abtak Media Google News

કોરોના સામે નિયમોનું પાલન કરવા રાજ્યમંત્રી જાડેજાનો અનુરોધ

જામનગર શહેરમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે અને દરરોજ આઠ-દસ કે વધુ પોઝિટિ કેસ આવી રહ્યા છે ત્યારે ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક નિવેદનમાં તમામ પ્રજાજનોને સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો/આદેશોનું પાલન કરવા તથા સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.

હાલની જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઝડપી સારવાર સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત જરૃરી સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી રહી છે, ત્યારે આપણે સૌ સાથે મળી કોરોનાને હરાવવા કાળજી લઈએ તે જરૃરી છે. જેમાં ખાસ કરીને ઘરની બહાર નીકળતી વખતે માસ્ક અચૂક પહેરીએ, તેમજ બહારની મુસાફરી કરવાનું કે ઘરની બહાર નીકળવાનું બીનજરૃરી ટાળીએ.

આ ઉપરાંત જાહેર માર્ગોમાં કે બજારમાં કામકાજની જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સન જાળવીએ, જો તાવ, શરદી, ઉધરસ, ઝાડા કે શરીરમાં દુ:ખાવા જેવા કોઈપણ પ્રકારના લક્ષ્ણ જણાય તો જરા પણ આળસ કે બેદરકારી ન રાખી તે કોરોનાનું સંક્રમણ હોય શકે છે તેવા સંજોગોમાં ફેમિલી ડોક્ટર કે નજીકના સરકારી દવાખાનું કે જી.જી. હોસ્પિટલમાં તુરંત સારવાર મેળવી લેવી જરૃરી છે. સાથે સાથે ગરમ પાણી પીવું, મીઠાવાળા ગરમ પાણીના કોગળા કરવા તેમજ ગરમ પાણીનો નાસ લેવો, યોગ કે કસરત કરીને સ્વસ્થ રહીએ તેમજ વારંવાર સેનિટાઈઝર કે હેન્ડવોશ દ્વારા હાથ ધોવાનું રાખીએ. આયુર્વેદિક સારવાર પદ્ધતિને પણ અપનાવીએ. જે વિસ્તારને ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કર્યો હોય તેમાંથી બહાર પણ ન નીકળવું. તેમાં જવાનું ટાળીએ. ઠંડા પાણી કે ઠંડી ચીજ વસ્તુઓ કે તળેલા ખોરાક ટાળવો. ડોક્ટરો દ્વારા સૂચવેલા સૂચનોનું જામનગર શહેર અને જિલ્લાની જનતા અમલમાં મૂકશે તેવો વિશ્વાસ છે. આપણે સૌ સાથે મળી ઘરમાં રહીએ અને સુરક્ષીત રહીએ. તે માટે નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી કરીને આપણે જામનગરમાં કોરોનાના વધતા જતા કેસને અટકાવી શકીશું. ગભરાવવાની જરૃર નથી સાવધાની અને સાવચેતી જરૃરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.