Abtak Media Google News

અંગદના પગની માફક ગુજરાતમાં ભાજપના કમળને કોઇ હલાવી શકે તેમ નથી તેઓ વિશ્ર્વાસ ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ગૌરવ ભાટિયાએ વ્યકત કર્યા હતો.

Advertisement

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા કાર્યશાળા યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય પ્રવક્તા  ગૌરવ ભાટિયાઅ સંબોધન કર્યું હતું.

વિપક્ષ તૃષ્ટીકરણના કારણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહી આવી શકે: ભાજપ રાષ્ટ્રીય પ્રવકતાનો ટોણો

તેઓ જણાવ્યું હતું કે, આં મારા માટે ગૌરવની વાત છે કે હું ગુજરાતની પાવન ભૂમિ પર આવ્યો છું. એક મહત્વની મીડિયા વર્કશોપ બેઠક યોજાઈ. લોકતંત્રનું ચોથું સ્તંભ એ મીડિયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, કરેલા તમામ કાર્યો જનતા સુધી પહોંચાડવાનું કાર્ય એ મીડિયા થકી સંભવ છે. મને આજે અવસર મળ્યો છે મારી વાત આપની સમક્ષ રજુ કરવાનોઈ અને આ અવસરે અવશ્ય કહીશ કે લોકસભા ચુંટણી-2024માં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ અને અમિતભાઈ શાહનાં માર્ગદર્શનમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનાં કુશળ નેતૃત્વમાં અમે જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ભારતીય રાજનીતિને નવી દિશા આપી છે. લોકો 2014માં કહેતા હતા કે પૂર્ણ બહુમત નહિ મળે, 2017, 2019માં પબન લોકો કહેતા હતા કે પૂર્ણ બહુમત નહિ મળે પ્રજાએ જંગી બહુમત અપાવી અને સાબિત કર્યું કે મોદી હે તો મુમકીન હે, લોકોને પસંદ કરે છે મોદી ની ગેરંટીને આ બદલાવ જોવા મળ્યો છે.

ભાટિયાએ વધુમાં જણાવ્યું કે, હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે ભારત દેશના ભાજપ પરિવારના કરોડો કાર્યકર્તાઓ જનતાની સેવામાં તત્પર છે. ભગવાન શ્રીરામની કૃપા થશે અને ફરીથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે અને પૂર્ણ બહુમતીથી ભાજપ જીતશે. ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 સીટ પર ભાજપની જીત છે. અંગદનાં પગને જેમ કોઈ હલાવીનાં શકે તેમ ભારતીય જનતા પાર્ટીનું કમળ ગુજરાતમાં છે. ગુજરાત વિધાનસભાની 182 માંથી 156 સીટો આવી અને જે દ્રઢ નિશ્ચય કર્યો કે 26 માંથી 26 લોક્સભાતો જીતવાની જ છે પરંતુ દરેક સીટ પર માર્જીન 5 લાખથી વધારે મળે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  પ્રજાને સમર્પિત રહ્યા છે અને દેશની કોઈપણ કોરોના જેવી ગંભીર મહામારી હોય અને તેની સુરક્ષાની જવાબદારી આવી ત્યારે 220 કરોડ સુરક્ષા કવચ પ્રજાને આપ્યા છે. લોકો કહેતા હતા કે અસંભવ છે એ જ 370 અનુસંધાન મુજબ હટાવ્યું અને કરી બતાવ્યું. સનાતન વિરોધીઓ કહેતા હતા કે મંદિર વહી બનાયેગે, તારીખ નહિ બતાયેગે અને તેમને જવાબ આપ્યો છે કે મંદિર વહી બનાયેગે, તારીખ ભી બતાયેગે ઔર તુમકો ભી બુલાયેગે. અમે સમજી શકીએ છીએ કે વિપક્ષ તુષ્ટિકરણનાં કારણે નહિ આવી શકે. અમે ઉત્તર, દક્ષીણ ભારતને તોડવાનું કામ અમે નથી કરી રહ્યા.

આ પ્રેસ વાર્તામાં પ્રદેશના મુખ્ય પ્રવક્તા યમલભાઈ વ્યાસ, પ્રદેશ સહ પ્રવક્તાઓ ડો.ઋત્વિજભાઈ પટેલ, ડો.શ્રદ્ધાબેન રાજપૂત, જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.