Abtak Media Google News

અગ્રણી મોબાઈલ નિર્માતા કંપની નોકીયા પોતાન સ્માર્ટફોન સેગમેટમાં નવો ફોન નોકીયા-2 લોન્ચ કર્યો છે. આ ફોનને કંપનીનો સૌથી સસ્તો સ્માર્ટફોન માનવમાં આવે છે. આ ફોનની ખાસિયત છે કે તેમાં 4100 mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે આ ફોનની બેટરી 2 દિવસ સુધી ચાલશે.

ફીચરની વાત કરવામાં આવે તો તેમાં ડ્યુઅલ સિમ સપોર્ટટે, 5 ઇંચની એલટીપીએસ એચડી ડિસ્પ્લે,1.3 ગિગા હર્ટ્જનું ક્વોલકોમ સ્નેપડ્રેગન 212 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 1 GB રેમ સાથે 8 GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. કેમેરાની વાત કરે તો 8 Mpનો રિયર અને 5 MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે જેની કિમત 7500 રૂપિયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.