Abtak Media Google News

ખાનગી શાળાઓએ લીધેલી વધુ ફિ રાજ્ય સરકાર રિફન્ડ અપાવશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું રાજ્ય સરકાર ખેડૂતોની સતત ચિંતા કરી છે. ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. એટલે જ આ વખતે રાજ્ય સરકારે રૂ. પાંચ હજાર કરોડની વિવિધ ખેત જણસીની ટેકાના ભાવે ખરીદી કરી છે. રાજ્ય સરકાર દ્વારા વીના વ્યાજે ખેડૂતોને લોન આપવામાં આવે છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ કાર્યપ્રણાલી વિકસાવી છે. પોલીસ તંત્રના પોલીસના એન્ટિ કરપ્શન બ્યુરોને વધુ મજબૂત અને સશક્ત બનાવવામાં આવ્યું છે. એટલે જ રોજ કોઇને કોઇ સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાઇ છે. એસીબીને ટેક્નલોજીથી સુસજ્જ બનાવવામાં આવી છે. સરકાર પાસેથી જે મંજૂરી લેવાનીથાય છે, તે ઓનલાઇન કરવામાં આવી છે. તેનાી ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકાશે. તેના ભાગ રૂપે બાંધકામની મંજૂરી ઓનલાઇન કરવામાં આવી છે. અરજદારને ચોવીસ કલાકમાં જ મંજૂરી આપી દેવામાં આવે છે. હવે, આગામી દિવસોમાં બિનખેતીની મંજૂરી ઓનલાઇન મળે એવી વ્યવસ્થા વિકસાવવામાં આવશે.

રાજ્યના શાળાઓમાં ફિ નિયમન અંગેના કાયદા અંગે મુખ્યમંત્રીએ સાફસાફ શબ્દોમાં કહ્યું કે કોઇ પણ વાલીઓને ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં આ કેસ સુપ્રિમ કોર્ટમાં પડતર છે. પણ, રાજ્ય સરકાર તમામ વાલીઓને તેમણે ભરેલી ફિનું પૂરેપૂરૂ રિફન્ડ અપાવશે.

આ વેળાએ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા,  ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડારી,મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, નાયબ મેયર ડો. દર્શિતાબેન શાહ, પુર્વ સાંસદ રામજીભાઇ માવાણી, રમાબેન માવાણી, સરગમ કલબના ગુણવંતભાઇ ડેલાવાળા, અગ્રણી નીતીનભાઇ ભારધ્વાજ, રાજુભાઇ ઘ્રૃવ, કમલેશભાઇ મીરાણી ઉપસ્તિ રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.