Abtak Media Google News

પૈસાના વાંકે અભ્યાસ ન બગડે તે માટે સમયસર શિષ્યવૃતિ ચૂકવી દેવાશે: મંત્રી પ્રદિપ પરમાર

અબતક, રાજકોટ

રાજયભરમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નોન એફઆરસી કોર્ષમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિઘાર્થીઓનો અભ્યાસક્રમ ચાલુ રહે તેવા હેતુથી સમયસર શિષ્યવૃતિ ચૂકવવાનો રાજય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ સામાજીક ન્યાય અને અધિકારીના મંત્રી પ્રદિપભાઇ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

મંત્રીએ વધુ વિગત આપતા કહ્યું હતું કે, અનુસુચિત જાતિના વિઘાર્થીઓ માટે કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના અંતર્ગત શિષ્યવૃતિ ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2019-20 સુધી પ્રાઇવેટ યુનિવસિર્ટીમાં નોન એફ.આર.સી. અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિઘાર્થીઓને પ્રાઇવેટ યુનિવસિટી દ્વારા નકકી કરવામાં આવેલ ફી ચુકવવામાં આવતી હતી તે જ ફી વિઘાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ ના થાય ત્યાં સુધી ચુકવવાનો મહત્વનો નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જયારે ફી રેગ્યુલેટરી કમિટી ફી નકકી કરે ત્યારે તે મુજબ ફી ચૂકવાશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અભયાસક્રમોમા ફી રેગ્યુલેટરી કમીટી દ્વારા ફી નકકી કરવામાં આવે જ છે પણ વર્ષ 2021-22 માટે ફી નકકી કરવામાં આવેલી નથી તેવા અભ્યાસક્રમો અંતર્ગત અગાઉના વર્ષમાં ફી રેગ્યુલેટરી કમિટિ દ્વારા જે ફ્રી નકકી કરવામાં આવેલ હોય તેટલી જ ફી ચુકવવાની રહેશે જયારે ફી રેગ્યુલેટરી કમીટી ફી નકકી કરે ત્યારે તે મુજબ ફી ચૂકવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અનુસુચિત જાતિના વિઘાર્થીઓ કે જેઓને વર્ષ 2019-20 સુધી શિષ્યવૃતિ ચુકવવામા: આવેલ હતી અને વર્ષ 2020-21 થી બાકીના અભ્યાસક્રમ માટે શિષ્યવૃતિ ચુકવી શકાયેલ નથી તેવા વિઘાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઇ શકતો ન હતો જેથી વિઘાર્થીઓએ અભ્યાસક્રમ અધુરો પણ છોડવો પડતો હોય છે. જેથી અનુસુચિત જાતિના વિઘાર્થીઓનો અભ્યાસ ના બગડે તેવા હેતુથી વિઘાર્થીના વિશાળ હિતને ઘ્યાને લઇને શિષ્યવૃતિ સમયસર ચૂકવી શકાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.