Abtak Media Google News

ગીરનાર પર્વત પર લઘુતમ તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું: બે દિવસ ઠંડીમાં થોડી રાહત રહ્યા બાદ ફરી જોર વધશે

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં  આજે ઠંડીનું   જોર થોડુ  ઘટયું છે. આગામી બે દિવસ સુધી ઠંડીમાં થોડી રાહત રહેશે ત્યારબાદ  ફરી હાજા ગગડાવતી ઠંડીનો   દોર શરૂ  થશે.

ઠંડાગાર પવનના સુસવાટા યથાવત રહ્યા છે.  નલીયાનું  લઘુતમ તાપમાન આજે  8.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ જયારે  ગીરનાર પર્વત પર તાપમાન 5.2 ડિગ્રીએ પહોચી જવા પામ્યું છે.

રાજકોટમાં આજે લઘુતમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ઉંચકાયો હતો. ગઈકાલે  રાજકોટનું લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતુ આજે મીનીમમ તાપમાન 12 ડિગ્રી રહેવા પામ્યું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ  63 ટકા અને પવનની  સરેરાશ ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે 8.30 કલાકે તાપમાન 13.6 ડિગ્રી રહેવા પામ્યું હતુ. નલીયા આજે  8.2 ડિગ્રી સેલ્સીયસ સાથે રાજયનું  સૌથી ઠંડુ શહેર રહેવા પામ્યું હતુ. જૂનાગઢનું  લઘુતમ તાપમાન આજે 10.2 ડિગ્રી રહેવા પામ્યું હતુ. ગીરનાર પર્વત પર તાપમાન 5.2 ડિગ્રીએ પહોચીજવા પામ્યો હતો.

આ ઉપરાંત અમદાવાદનું લઘુતમ તાપમાન 12.1 ડિગ્રી, વડોદરાનું તાપમાન 14 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 14.4 ડિગ્રી, ભૂજનું તાપમાન 11.7 ડિગ્રી, ડિસાનું તાપમાન 11.4 ડિગ્રી, દિવનું તાપમાન 11.6 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 16.8 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 10.2 ડિગ્રી, કંડલાનું તાપમાન 13.6 ડિગ્રી, નલીયાનું તાપમાન 8.2 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 11.5 ડિગ્રી, અને  વેરાવળનું તાપમાન  17 ડિગ્રી  સેલ્સીયસ રહેવા પામ્યું હતુ

ૈઆગામી બે દિવસ ઠંડીમાં થોડી રાહત અનુભવાશે ત્યારબાદ ફરી કડકડતી  ઠંડીનો  બીજો રાઉન્ડ શરૂ થશે.બર્ફિલા પવનના સુસવાટાના કારણે  આખો દિવસ ઠંડીનો  અહેસાસ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.