Abtak Media Google News

રીપેરીંગ ક્ષેત્રે નવી 50 લાખ રોજગારી ઉભી થશે

અબતક, નવીદિલ્હી

કેન્દ્ર સરકાર દ્વારા દેશના અર્થતંત્રને ઝડપ એક વિકસિત કરવા માટે જે પગલા લેવામાં આવી રહ્યા છે તેમાં સૌથી મોટો અને મહત્વ પણ મુદ્દો એ સામે આવ્યો છે કે સરકાર હવે ઉત્પાદન ક્ષેત્રે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. એટલું જ નહીં સરકારે ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્રમાં જે ભરોસો અને જે આશા દેખાઈ છે તેની સાથોસાથ ઇલેક્ટ્રોનિક ના રીપેરીંગ ક્ષેત્રે પણ ભારતને ઉજળી તક સાંપડી છે અને આશરે દોઢ લાખ કરોડ રૂપિયા ની તકો સામે આવેલી છે. એટલું જ નહીં 50 લાખથી વધુની નવી રોજગારીની તકો પણ ઊભી થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

બીજી તરફ સૌથી મોટી વાત તો એ છે કે સમગ્ર ભારતમાં ખૂબ મોટી પ્રમાણમાં એટલે કે કહી શકાય કે લાખોની સંખ્યામાં ઈલેક્ટ્રોનિક ડીવાઈસ નો ઉત્પાદન અને તેનું વેચાણ થતું હોય છે પરંતુ સામે જો તેના રીપેરીંગ ક્ષેત્રને પણ વિકસિત કરવામાં આવે તો સરકારને એવો ફાયદો પહોંચશે અને રોજગારીની તકો પણ ઊભી થશે. બીજી તરફ આંકડાકીય માહિતી મુજબ ઇલેક્ટ્રોનિક રીપેરીંગ માર્કેટ સમગ્ર ભારતને નવી દોઢ લાખ કરોડ રૂપિયાની આવક પણ વાર્ષિક ઊભી કરી શકવામાં સક્ષમ છે ત્યારે, સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદન અને રીપેરીંગ ક્ષેત્ર ધમધોકાર આગળ વધી રહ્યું છે.  સરકાર દ્વારા પ્રોડક્ટ લીંક ઇનસેન્ટીવ સ્કીમને અમલી બનાવી છે. નથી તેનો સીધો જ ફાયદો ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને રીપેરીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ને મળશે.

ભારતીય લોકોનો સૌથી મોટું લક્ષ્ય અને સૌથી મોટું કારણ એ છે કે તેમની પાસે જે ચીજ વસ્તુઓ છે તે લાંબા સમયગાળા માટે તેની સાથે રહે તે દિશામાં તેઓ હર હંમેશ કાર્ય કરતું હોય છે પરિણામે રીપેર શેત્ર માટે જે તક ભારતમાં જોવા મળી રહી છે તે ખૂબ જ વધુ વિકસિત અને ઉજળી છે. હા કે જો ભારતમાં વૈશ્વિક સ્તર નું રીપેરીંગ માટે નું હબ ઊભો કરવામાં આવે તો ઘણી કરી શકો ઉદ્યોગકારોને મળતી થશે અને તેઓની આવકમાં પણ સતત વધારો થશે. આ ક્ષેત્રને સરકાર ગંભીરતાથી લેસે તો સરકારને ટેક્સ પેટે ખૂબ મોટી આવક પણ સામે આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.