Abtak Media Google News

પ્રદેશ અને જિલ્લાના આપના હોદેદારો સામે ગંભીર આક્ષેપો કરતો વીડિયો કર્યા વાયરલ

ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે ‘આપ’ ગુજરાતમાં પગપેસારો કરી રહ્યું છે પરંતુ મારા-તમારા પ્રશ્ર્નો રાજકારણમાં ચાલુ થઈ ગયા છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગવાની તૈયારી થઈ ચૂકી ત્યારે રાજકીય પક્ષો પણ પોત પોતાના રોટલા શેકવા આયારામ ગયા રામની માફક આક્ષેપો પ્રતી આક્ષેપો પર ઉતરી પડયા છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબુત બને તેમાટે દિલ્હીના મુખ્યમંત્રીએ ગુજરાતનાં આટાફેરા ચાલુ કરી દીધા આવા સમયે ઉપલેટાતેમજ રાજકોટ જિલ્લામાં આપનાં પાયો નાખનારઅને પ્રદેશ આપના મહામંત્રી રાણીબેન આહિરે તમામ હોદા પરથી રાજીનામું ધરી દેતા આપમાં ભૂકંપ સર્જાયો છે

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાણીબેન આહિરે પક્ષના તમામ પદો પરથક્ષ રાજીનામું આપ્યાબાદ પ્રદેશ અને જિલ્લા આપના હોદેદારો ઉપર ગંભીર આક્ષેપ કરતા વિડિયો પણ વાયરલ કરતા ભારે ચકચારમચી ગયો છે.

રાણીબેન આહિરે આમ આદમી પાર્ટીના પ્રદેશ અને જિલ્લા આગેવાનો સામે આક્ષેપ કરતા જણાવેલકે હાલમાં જે બની બેઠેલા હોદેદારો પક્ષના પાયાના કાર્યકરોની ઘોર ઉપેક્ષા કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીને ગ્રામ્ય વિસ્તારમાં પગ પેસારો કરનારા તમામ કાર્યરોની નોંધ લેવાને બદલેસતાલાલસુ નેતાઓ પોતાના લાગતા વળગતાઓને દોડી ઉપર બેસાડી રહ્યા છે. વધુમાં રાણીબેન આહિરે જણાવેલ કે રાજકોટ જિલ્લામાં એક વ્યકિતને બેસાડી પ્રદેશ આગેવાનો તેની મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે આવા સતાલાલસુ માણસો પાર્ટીમાં પ્રવેશતા પયાના કાર્યકરોને અપમાન થતા મે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામા વધીદીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.