Abtak Media Google News

બપોરે લેવાનારી નામાના મુળ તત્ત્વની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ: વોટ્સએપ પર ફરતુ પ્રશ્ર્નપત્ર નકલી હોવાનો પરીક્ષા સચિવનો દાવો.

પરીક્ષા ટાકણે જ પેપર ફૂટી જવાની ઘટના હવે નવી રહી ની. આજે બોર્ડની પરીક્ષાના પ્રારંભે જ બપોરના સેશનમાં ધો.૧૨ના નામાના મુળ તત્ત્વનું પ્રશ્ર્નપત્ર પરીક્ષા અગાઉ સોશ્યલ મીડિયામાં વાયરલ ઈ જતા શિક્ષણ જગતમાં દોડધામ મચી જવા પામી હતી. પેપર ફૂટી જવાની ઘટનાી વિર્દ્યાીઓ અને વાલીઓ પણ ચિંતાતૂર બની ગયા હતા. ત્યારે વોટ્સએપ ઉપર ફરતુ નામાના મુળ તત્ત્વોનું આ પ્રશ્ર્નપત્ર નકલી હોવાનો શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવે રદીયો આપ્યો છે.

શિક્ષણ બોર્ડની પરીક્ષા હોય કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની. પરીક્ષા દરમિયાન કે, પરીક્ષા અગાઉ પેપર ફૂટી જવાના બનાવો ધીમે ધીમે હવે નિયમીત બનતા યા છે. આજે રાજયભરમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો સવારના સેશનમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ યા બાદ બપોરે ૩ કલાકે ધો.૧૨ કોમર્સનું નામાના મુળ તત્ત્વોનું પ્રશ્ર્નપત્ર પરીક્ષા અગાઉ વોટ્સએપ મીડિયામાં વાયરલ ઈ જતા શિક્ષણ જગતના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આજે બપોરે ૩ કલાકે જે પેપરની બોર્ડની પરીક્ષા લેવાની હતી તે પ્રશ્ર્ન પેપર પરીક્ષાના નિર્ધારીત સમયના અંદાજીત ૨ કલાક અગાઉ વિર્દ્યાીઓના મોબાઈલ પર આવી જતા ખળભળાટ મચી ગયો છે.

જો કે, ધો.૧૨ કોમર્સના નામાના મુળ તત્ત્વોનું પેપર ફૂટી જવા મામલે માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ બી.એસ.કૈલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પ્રશ્ર્નપત્ર નકલી છે. તેમજ વિર્દ્યાીઓને ગેરમાર્ગે દોરનારું છે. સો સો આ પ્રશ્ર્નપત્ર ઉપર વિર્દ્યાીઓએ ધ્યાન નહીં દેવા અને ગેરમાર્ગે નહીં દોરવા અનુરોધ કર્યો હતો. પરંતુ સોશ્યલ મીડિયામાં માર્ચ ૨૦૧૭ની આજની તારીખનું જ નામાના મુળ તત્ત્વનું પ્રશ્ર્નપત્ર અચાનક વાયરલ ઈ જતા શિક્ષણ જગતના વિદ્વાનોની પણ આખો પહોળી ઈ ગઈ હતી. રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે હકારાત્મક નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘સારા કામ કરતા હોઈએ ત્યારે વિઘ્ન તો આવવાના જ છે’ આ સમગ્ર મામલે હાલ શિક્ષણ બોર્ડના સચિવ સહિતના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શ‚ કરી દીધો છે અને આ પ્રશ્ર્નપત્ર કયાંી અને કોણે વાયરલ કર્યું છે તે દિશામાં સઘન તપાસ આરંભી છે. જો કે, પરીક્ષાના ૨ કલાક અગાઉ પ્રશ્ર્નપત્ર વાયરલ ઈ જવા છતાં હજુ સુધી બપોરના સેશનની ધોરણ ૧૨ના નામાના મુળ તત્ત્વની પરીક્ષા રદ્દ કરવા અંગે શિક્ષણ બોર્ડે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કર્યો ની. પરંતુ આ સમગ્ર મામલાની ખરાઈ પરીક્ષા બાદ જ ઈ શકે તેવું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.