Abtak Media Google News

૪૦ વર્ષથી ચાલતા વિવાદનો હાઇકોર્ટના હુકમ બાદ ખેડુતને કિંમતી જમીનનો કબ્જો સોંપ્યા બાદ ભૂમાફીયાએ ફરી કબ્જો જમાવ્યો

મવડી ગામે સર્વે નં. ૧૯૬ની આવેલ ૩ એકર ૨૮ ગુંઠા જમીનમાં ફરી ભૂમાફીયાઓ ની પેશકદમી સંદર્ભે કોર્ટમાં ફરીયાદ થતાં એડી. ચીફ જયુડી મેજી. એન.જી. સુરતીએ તા. ૧૪-૧૨-૧૭ સુધીમાં ફરીયાદીની ફરીયાદ સંદર્ભે નો તપાસ રીપોર્ટ રજુ કરવા તાલુકા પોલીસ સ્ટેશનને હુકમ ફરમાવેલો હતો જે અનુસંધાને પોલીસે કોઇ જ કાર્યવાહી નકરતા કંટેમ્પર ની કાર્યવાહી શા માટે ન કરવી તે અનુસંધાને તાલુકા પોલીસને શોકોઝ નોટીસ ઇસ્યુ કરેલ છે.

Advertisement

બનાટની ટૂંક હકીકત એવી છે કે ગુંદાળા ગામે રહેતા બચુભાઇ ભૂટાભાઇ પીપળીયાની માલીકીની રાજકોટ તાલુકાના મવડી ગામના રેવન્યુ સરવે નં. ૧૯૬ ની ખેડવાણી જમીન એકર ૩-૨૮ ગુંઠા આવેલી છે. જે જમીન અનુસંધાને વર્ષ ૧૯૭૮ થી વિવાદ ચાલતો હતો આ જમીન ઉપર બાંધકામ કરી નાખવામાં આવેલું હતું. આશરે ૨૫૦ જેટલા મકાનોનું બાંધકામ કરી ગૌતમનગર નામની સુચીત સોસાયટી ઉભી કરી નાખવામાં આવેલું હતું. જે અંગે ત્રણ દાયકાથી વધુ સમયની કાનુની લડત બાદ બચુભાઇ ને તેની જમીનનો કબજો સોપાવી આપવા કબજા વોરંટ સીવીલ કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું હતું. આ કબજા વોરંટની બજવણી પણ પોલીસ પ્રોટેકશન મળવાના અભાવે ૧૧ વર્ષથી થતી નહતી. જે અનુસંધાને બચુભાઇ પીપળીયા એ હાઇકોર્ટમાંથી પોલીસ પ્રોટેકશન નો હુકમ મેળવી ગત તા. ૨૮-૯-૨૦૧૭ ના રોજ પોલીસ પ્રોટેકશન સાથે આ જમીન ઉપર ખડકી દેવામાં આવેલ ૨૫૦ મકાન નુ ડીમોલીશન કરી નાખવામાં આવેલું અને બચુભાઇ ને જમીનનો કબજો સોંપવામાં આવેલું હતુ.

ઉપરોકત ફરીયાદ દાખલ થતા એડી. ચીફ જયુડી. મેજી. એન.જી.સુરતી એ ફરીયાદીની ફરીયાદ અનુસંઘને શું કાર્યવાહી કરવામાં આવેલી છે તે અંગેનો તપાસ રીપોર્ટ તા. ૧૪/૧૨/૧૭ સુધીમાં હજુ કરવા તાલુકા પોલીસ સ્ટેશનને હુકમ ફરમાવેલો હતો પરંતે પોલીસે કોઇ જ પ્રકારનો તપાસ રીપોર્ટ કરેલો નહોવાથી ફરીયાદીએ તેના વકીલ મારફત તાલુકા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી વિરુઘ્ધ કંટેમ્પટ ઓપ કોર્ટની કાર્યવાહી કરવા અરજી કરેલી જે અરજી અનુસં૦ધાને એડી. ચીફ. જયુડી મેજી. એન.જી.સુરતીએ તાલુકા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી વિરુઘ્ધ કારણ દર્શન નોટીસ ઇસ્યુ કરી છે. આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડીત રોકાયેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.