Abtak Media Google News

જૂની ખડપીઠથી દિવાનપરા ચોકી સુધીનો રસ્તો ‘નો પાર્કીંગ’ અને પરાબજાર-ધર્મેન્દ્ર રોડની બજારમાં વાહનોને પ્રવેશ બંધી

શહેરમાં દિવાળીના તહેવારો ઉજવવામાં આવતા હોય અને રાજકોટના મુખ્ય બજાર વિસ્તારમાં રસ્તાઓ પર ખરીદી કરવા તથા રોશની જોવા માટે જનતાની અવરજવર બહોળા પ્રમાણમાં રહેતી હોય રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મેટાડોર, કાર, ઓટો રીક્ષા, રેકડી, રેકડા, મોટર સાયકલ, સ્કૂટર વગેરેની અવરજવર નીચે મુજબ સદંતર બંધ રાખવામાં આવી છે.

જે મુજબ ઢેબર ચોક થી સાંગણવા ચોકથી, જુની ખડપીઠ સુધીનો રોડ લાખાજીરાજ રોડ તરફ ફોર વ્હિલ, થ્રી વીલર તથા ટુ વ્હીલર વાહનો માટે તથા બાપુના બાવલા થી જુની ખડપીઠ સુધી,   સાંગણવા ચોક થી ગરેડીયા કુવા રોડ થઈ પરા બજાર સુધી, ધર્મેન્દ્ર રોડ લાખાજીરાજ રોડ થી પરાબજાર સુધીનો રોડ, ઘીં કાટા રોડ ગાંધી ચોક, લાખાજીરાજ રોડ થી કંદોઈ બજાર રોડથી પરાબજાર સુધીનો રોડ, પ્રહલાદ સિનેમાથી દરજી બજારથી પરાબજાર રોડ, પ્રહલાદ સિનેમાથી પ્રેમિલા રોડ જે ધી-કાંટા રોડ થી કંદોઈ બજાર રોડ થઈ પરાબજાર થઈ પરાબજાર સુધીનો રોડ,  દેના બેન્ક ચોક થી રૈયા નાકા ટાવર સુધીનો મહાત્મા ગાંધી રોડ, કરણસિંહજી ચોકથી બાપુના બાવલા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.

જ્યારે મોચી બજાર ચોકથી લુવાણા પરા મેઈન રોડ રૈયા નાકા ટાવર, નવા નાકા થી કોઠારીયા પોલીસ ચોકી તથા પેલેસ રોડ, મોચી બજાર પોસ્ટ ઓફિસથી દેના બેન્ક ચોકથી ઢેબર ચોક થઈ આર.એમ.સી ચોક થી સેન્ટ્રલ પોઇન્ટ કરણસિંહજી ચોકથી ભુપેન્દ્ર રોડ પેલેસ રોડ, દિવાનપરા પોલીસ ચોકીથી જૂની ખડપીઠ થી નવા નાકા ચોક થઇ રૈયા નાકા ટાવર તથા મોચી બજાર થી દાણાપીઠ રોડ તથા ઘી પીઠ સુધીનો રસ્તો તમામ તમામ પ્રકારના વાહનો માટે ખુલ્લા રહેશે.

હાલ નીચે મુજબના વન વે માં દિવાળીના તહેવાર નિમિત્તે ફેરફાર કરવામાં આવ્યો છે. જે અન્વયે લુવાણાપરા વન વે મોચી બજાર તથા નવા નાકા વન વે રોડ પર બંને તરફથી આવન જાવન કરી શકાશે.

લાખાજીરાજના બાવલા સામેથી જતો કવિ નાનાલાલ માર્ગ જે કરણસિંહજી હાઇસ્કુલ ચોકથી આવવા માટે ખુલ્લો છે તે ત્યાંથી બંધ કરવો અને બાપુના બાવલા સામેથી જવા માટે છૂટ રહેશે જે કરણસિંહજી ચોકથી કવિ નાનાલાલ માર્ગ તરફ જતા વાહનો સેન્ટલ પોઇન્ટ તરફ કરણસિંહજી રોડ ઉપર થઈને જઈ શકશે. તેમજ જિલ્લા પંચાયત ચોક થી વિવેકાનંદજીના પૂતળા સુધીનો યાજ્ઞિક રોડ સાંજના 5 કલાકથી રાત્રીના 10 કલાક સુધી ફોર વ્હિલ માટે પાર્કિંગ ઝોન રહેશે અને પાર્કિંગ માટે ડોક્ટર હોમી દસ્તુર માર્ગ પર એક સાઈડ તથા ધર્મેન્દ્ર કોલેજ કમ્પાઉન્ડ ફોર વ્હિલ વાહનો પાર્ક કરવાના રહેશે. તેમજ જૂની ખડપીઠ દિવાનપરા પોલીસ ચોકી સુધીનો દિવાન પરા મેઈન રોડ નો પાર્કિંગ જાહેર કરવામાં આવે છે.

આ ઉપરાંત તહેવારો દરમ્યાન વાહન પાર્કિંગ વ્યવસ્થા મોચી બજાર પોસ્ટ ઓફિસ થી દેના બેન્ક ચોક સુધી (બેલી શાકમાર્કેટ રોડ), ડોક્ટર ચંદુલાલ માર્ગ (આલ્ફ્રેડ હાઇસ્કુલ દિવાલ સાઈડ), ઢેબર ચોક ત્રિકોણબાગ પાસે, કરણસિંહજી હાઇસ્કુલ થી સેન્ટર પોઈન્ટ સુધીનો રસ્તો, કરણસિંહજી હાઇસ્કુલ કમ્પાઉન્ડ, લાખાજીરાજ હાઇસ્કુલ કોટક શેરી નં.- 4 માં કરવામાં આવી છે.

આ જાહેરનામું પોલિસના વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયરબ્રગેડના વાહનોને લાગુ પડશે નહીં.

આ હુકમની અમલવારી તા. 16/11/20 સુધી બપોરે 16-00 કલાકથી રાત્રીના 24-00 કલાક સુધી તથા તા. 16/11/20ના રોજ સવારે 00-00 કલાકથી સવારના 04-00 કલાક સુધી રહેશે. નિયમનો ભંગ કરનાર વિરૂધ્ધ નિયમ મુજબના પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.