Abtak Media Google News

જીનીયસ ગ્રુપ  દ્વારા ઓનલાઇન આયોજન

સ્વમૂલ્ય માટે દેખાવ, માન્યતાઓ, લાગણીઓ અને વર્તનના મૂલ્યાંકનની સ્પષ્ટતા ખૂબ જ આવશ્યક

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન દ્વારા છેલ્લા છ મહિનાથી શિક્ષણ સામાજીક પ્રશ્ર્નો, આઘ્યાત્મિક તેમજ સાંપ્રત સમયના વિષયો ઉ5ર જીનીયસ સંવાદનું આયોજન કરવામાં આવે છે. આ સવાદ માટે દેશ-વિદેશથી વિષય નિષ્ણાતોને ઓનલાઇન સંવાદ માટે આમંત્રિત કરવામાં આવે છે. જેમા આગામી રવિવાર 1પ નવેમ્બર દિપાવલીના દિવસે સવારે 11 કલાકે આર્ષ વિઘામંદિરના પૂ.સ્વામી પરમાત્માનંદ સરસ્વતિજી દ્વારા સેલ્સ એસ્ટીમ વિષય ઉપર સંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આ સંવાદનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ ટયુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઇજના માઘ્યમથી લાઇવ પ્રસારીત કરવામાં આવશે.

Advertisement

જીનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશનના ચેરમેન ડી.વી. મહેતા કહે છે કે સેલ્ફ-એસ્ટીમ એટલ કે સ્વ. સન્માનની ભાવના વ્યકિતના જીવનમાં પ્રેરણા અને સફળતામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. સ્વ. સન્માનની લાગણીનો અભાવ વિઘાર્થીને શૈક્ષણિક જીવનમાં અથવા ભવિષ્યમાં કાર્યક્ષેત્રમાં સફળ થવામાં અવરોધ ઉભો કરે છે. કારણ કે વ્યકિત પોતાની જાતે સફળતા માટે સક્ષમ માનતી નથી. આવા સંજોગમાં વ્યકિતને સ્વ.-મૂલ્યના અથવા વ્યકિતગત મૂલ્યની જેમ કે પોતાના દેખાવ માન્યતાઓ, લાગણીઓ અને વર્તનના મૂલ્યાંકન માટે સ્પષ્ટતા હોવી જરુરી બને છે. એકંદરે પોતાનામાં રહેલી શકિતને ઓળખવી તથા નબળાઇઓને સમજવી તેને સ્વીકારીને સુધારવાથી જીવનમાં દરેક મુકામ પર સફળતા પ્રાપ્ત થાય છે. આ વિષય પર વધુ સમજ પુરી પાડવા માટે પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતિજીને ઓનલાઇન સંવાદ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ સંવાદ શ્રેણીમાં ભાગ  લેવા જીનીયસ કનેકટ યુ ટયુબ ચેનલ તથા જીનીયસ ઇગ્લીશ મીડીયમ સ્કુલ કે જય ઇન્સ્રનેશનલ સ્કુલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરથી રવિવારને 1પ નવેમ્બરના રોજ સવારે 11 કલાકે જોડાયા શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.