આજે વર્લ્ડ પાઇલ્સ ડે: બદલાયેલી ‘લાઇફસ્ટાઇલ’ હરસ-મસા જેવા મળમાર્ગના રોગ વકરી રહ્યાં છે

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આધુનિક ટેકનોલોજીથી સારવાર કરતા ડો.એમ.વી.વેકરિયાના સોનેરી સૂચનો હરસ-મસામાં રાહત આપે છે

20, નવેમ્બર એટલે “વર્લ્ડ પાઇલ્સ ડે” પાઇલ્સ ડે નિમિતે જાણીતા પ્રોક્ટોલોજીસ્ટ એટલે કે મળ માર્ગને લગતી સમસ્યાઓના નિષ્ણાંત એવા ડો.એમ.વી.વેકરિયાએ હરસ-મસા રોગ વિષે ઊંડી માહિતી આપતા જણાવ્યું હતું કે આપણી આધુનિક જીવન પધ્ધતિ અને આહાર-વિહારના કારણે હરસ-મસાની સમસ્યા સર્જાય છે.

આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યાં. જો તમારૂ શરીર નરવું હશે તો તમામ સુખ તમારા દાસ છે. ડો.એમ.વી.વેકરિયા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અતિઆધુનિક ટેકનોલોજી અમેરીકન અલ્ટ્રાસોનિક હાર્મોનીક ફોક્સ જર્મન ઇન્ફ્રારેડ કોએગ્યુલેશન જાપાનીઝ હેલ-સ્ટેપલર, વેસલ સીલર, લેસર, ક્ષારસુત્ર જેવી હરસ માટેની ટેકનોલોજીનો આવિષ્કાર કરી રાજકોટ શહેરનું ગૌરવ વધાર્યું છે.

હરસ મસા એટલે શું?:

મળમાર્ગમાં રહેલી લોહીની નળીઓ રોજ બરોજ કબજીયાતના પ્રેશરના કારણે તેમજ લાઇફ સ્ટાઇલ તેમજ વારસાગતને કારણે ત્યાંની મળ માર્ગની ત્વચા-મ્યુકોઝાની નીચે રહેલી લોહીની નળીઓ ફુલાઇને ગંઠો આચળ જેવું જે બને તેને હરસ કહેવામાં આવે છે. હરસ-મસાએ મળમાર્ગમાં થતો અતિકષ્ટકાયક વ્યાધિ છે. જેમાં ખાસ કરીને અસહ્ય દુ:ખાવો, બળતરા તથા લોહી પડે છે. આ આચળ ગઠાને આપણે ગુજરાતીમાં હરસ મસા-હિન્દીમાં બવાસીર-સંસ્કૃતમાં અર્શ અંગ્રેજીમાં પાઇલ્સ મેડીકલમાં હેમોરોઇડસ લેટીનામાં ‘પીલા’ કહેવાય છે.

હરસ થવાના કારણો :

કબજીયાતને સર્વે રોગની જનની માતા કહી છે. હરસ થવામાં પણ મુખ્ય કારણ કબજીયાત છે. તેથી પહેલા તો કબજીયાત કરે તેવા આહારવિહાર છોડવા, બંધ કરવા. આજની લાઇફસ્ટાઇલ, મળમાર્ગના રોગોને નોતરે છે. પ્રવાહી, છાશ, દૂધ, પાણી, ફ્રુટ, સુપ, જ્યુસ વધારે લેવા તેમજ પાન, બીડી, તમાકુ, ફાકી બંધ કરવા. કબજીયાત કરે તેવો આહાર તેમજ તીખું, તળેલું તમતમતું અને મસાલાવાળો ખોરાક ઓછો લેવો. ખોરાકની અનિયમિતતા, ફાઇબરલેસ ડાયેટ અને ફાસ્ટ ફુડ, જંકફુડનું વધતુ જતુ પ્રમાણ, બેઠાડુ જીવન, કસરતનો અભાવ, ચિંતા, ક્રોધ અને ઉજાગરા, સંડાસમાં અતિશય જોર કરવાની ટેવ, વારંવાર સંડાસ જવાની ટેવ તેમજ વારંવાર ઝાડા અને મરડો થવો, લેડીઝમાં પ્રેગ્નેન્સી દરમ્યાન તેમજ વારસાગત વગેરે કારણોથી હરસ થાય છે.

એડવાન્સ સાયન્સ પ્રમાણે નવી-નવી ટેકનોલોજી દ્વારા સારવાર થાય છે. જેમાં સૌથી એડવાન્સ ટેકનોલોજી આ પ્રમાણે છે. અલ્ટ્રાસોનિક હાર્મોનિક ફોક્સ સ્કાલપેલ ટોટલી ઓટોમેટિક મશીન છે. જેની ડિઝાઇન એકદમ કોમ્પેક્ટ છે. તેમાં એવો કોમ્પ્યૂટર સોફ્ટવેર પ્રોગ્રામ છે. જેમાં કોઇ નવા રિસર્ચ ભવિષ્યમાં થાય તો તે સોફ્ટવેર પ્રોગ્રામ તેમાં અપડેટ થઇ શકે છે. એકદમ પરફેકટ અને માઇક્રો ડિસેકશન થઇ શકે છે. લાર્જ વેસલ-લોહીની નળીને પણ સીલીંગ કેપેસીટી ધરાવે છે. આ મશીન ટચ સ્ક્રીનથી ઓપરેટ થાય છે. આ મશીનના મુખ્ય ફાયદાએ છે કે તેમાં અલ્ટ્રાસોનીક દ્વારા સીલીંગ સાથે જ કટીંગ કરે છે. તેમાં ઇલેકટ્રીસીટીનો ઉપયોગ ન થતો હોવાથી બીજી બધી જ ટેકનોલોજી કરતા આજુબાજુના ટીસ્યુ મ્યુકોઝા ચામડીને નહીવત ડેમેજ કરે છે, જેથી બ્લડ લોસ અને બર્નીંગ નહીવત થાય છે. અને હીલીંગ ઝડપથી થાય છે. બેભાન કરવાની કે દાખલ થવાની જરૂર પડતી નથી.આ લેટેસ્ટ મશીન ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં એસ્ટ્રોન ચોક ખાતે આવેલી સુશ્રુત હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સરળતાથી સફળતાપૂર્વક આ મશીનથી સારવાર અપાઇ રહી છે. કોમ્પલીકેશન રેઇટ 2 થી 3 ટકા છે.

જર્મન ટેકનિકથી હિમોરોડલ આર્ટરીને કોએગ્યુલેશન (લોહીની નળીને સુકવી નાખીને) હરસને પોષણ-બ્લડ ન મળતા ધીમે ધીમે અંદરના હરસ સુકાઇ જાય છે. આ પ્રોસીઝરના રિઝલ્ટ પણ સારા છે. આમાં પણ બેભાન કરવાની કે દાખલ થવાની જરૂર પડતી નથી. વિકસીત દેશોમાં સરળ અને સફળ ટેકનોલોજી સાબિત થઇ છે.લેસર ટેકનિકથી બહારના મસાને નહીવત દુ:ખાવાથી માઇક્રો કટીંગ સુધી ‘કટ’ કરવામાં આવે છે. થોડા સમયમાં જ ઓપરેશન કરવામાં આવે છે. આ ટેકનોલોજીમાં ઇલેકટ્રીસીટીના લીધે બર્નીંગ થાય છે. રૂઝ થોડી ધીમી આવે છે. અલ્ટ્રાસોનિક જેવા સારા પરિણામો મળતા નથી. તેથી વિકસીત દેશોમાં સ્વીકાર કે સ્વીકૃત થયું નથી.હરસ ચેકીંગ વગર (તપાસ્યા વગર), દુ:ખાવા વગર, ઓપરેશન વગર, પોસ્ટથી દવા મોકલવી જેવી લોભામણી જાહેરાતથી દર્દીને છેતરે છે. તેનાથી દુર રહેવું જોઇએ. કારણ કે તપાસ્યા વગર સારવાર કરવાથી ઘણીવાર હરસ-મસા ન હોય અને બીજા ઘણા કારણોની મળમાર્ગમાં લોહી પડે છે. જેમ કે આંતરડાનું અલ્સર, અલ્સેરેટીવ કોલાઇટીસ, લીવરના રોગ, કેન્સર, ફીશર જેવા ઘણા કારણોથી મળમાર્ગમાં લોહી પડે છે. તેથી તપાસ્યા વગર નિદાન કરાવ્યા સિવાય સારવાર લેવાથી ઘણા દર્દીઓ માટે ઘાતક નીવડે છે.