Abtak Media Google News

આજે વર્લ્ડ રાઈટર્સ ડે

સર્જનાત્મક લેખન કલાને પ્રોત્સાહન આપવા 1986થી આ દિવસની ઉજવણી કરાય છે: ઘણાં લેખો હૃદયસ્પર્શી હોવાથી વાંચકોના વિચારોમાં પરિવર્તન લાવે છે

આપણા  જીવનમાં બદલાવ લાવવાનું  કામ પુસ્તકો કરે છે. વિવિધ  કલાઓમાં લેખન કલાનું  વિશેષ મહત્વ છે. જે બોલો છો કે વિચારો છો તે લખો તો સામાવાળી વ્યકિત કે વાંજચકોને પ્રભાવિત કરી  શકો છો. એક સારો લેખ  જીવનમાં  આગળ વધવા પ્રેરણાનું કામ કરે છે.  આજનો દિવસ ‘વર્લ્ડ રાઈટર્સ ડે’ છે જે 1928માં પ્રથમ વાર કેટલાક વાંચકો દ્વારા તેને ગમતાં લેખકોને સન્માનથી  ઉજવાયો હતો. અમુક દેશોમાં  આજે તો અમુક દેશો માર્ચના પ્રથમ સપ્તાહમાં આ દિવસ ઉજવાય છે.

જેના શબ્દો અનેક વાંચકો માટે પ્રેરક બને છે. એવા તમામ લેખકોને આજે એક સલામ છે. પોતાના  વિચારો સાથે અનુભવને જોડીને જે  ક્રિએશન  નિર્માણ કરે છે તે અન્યો માટે જીવનનો રાહ ચિંધે છે.  ઘણા લેખો હૃદય સ્પર્શી હોવાથી વાંચકોના વિચારોમાં બદલાવ લાવે છે. સારી લેખન કલાના વિવિધ પાસા આજના છાત્રોએ શીખવા જોઈએ.

લેખકોનાં લેખ  વાંચીને  તમો પોતાના  વિચારો કે અનુભવો ને સાંકળીને  તમો એક નવો વિચાર પણ સમાજમાં મૂકી શકો છો. એક સારો   વાંચક પણ સારૂ સર્જન કરી શકે છે. લેખકોનાં પુસ્તકો, પુસ્તકાલય, વાંચકો, વિચાર ગોષ્ઠિ જેવી વિવિધ  બાબતો માનવ જીવનમાં સર્જનાત્મકતાને વેગ આપે છે.  એક સારા લેખકનું  ક્રિએશન  કોઈકનું  જીવન બદલી શકે છે.

લોકોની જીવન શૈલી  બદલાવમાં પણ લેખકની  ભૂમિકા અહંમ છે. દુનિયાભરનાં મહાન લેખકોએ તેમની દિવસ રાતની મહેનતથી નિર્માણ કરેલા  પુસ્તકો  આપણી ધરોહર છે. પ્રિન્ટ મીડિયામાં  પર બુધવાર કે રવિવારે ખાસ કલર  પૂર્તિ બહાર પાડીને  શ્રેષ્ઠ લેખકોનાં વિવિધ  જ્ઞાન વર્ધક   લેખો  પ્રકાશિત કરે છે.પૂર્તિ માટેના પણ ખાસ વાંચકો  હોય છે.

આપણા મહાન લેખકોનાં આજના દિવસે    તેને સાહિત્ય ક્ષેત્રે આપેલા યોગદાન ને સન્માન  કરવા સાથે વાંચન પ્રત્યેની  જનજાગૃતિ પ્રસરાવવાનું કાર્ય   પણ કરવાનું છે. બાળ સાહિત્ય, યુવાવર્ગ કે   મહિલાઓ માટે વિગેરે સાહિત્ય સર્જનમાં એક સારા લેખકોનો અનુભવનો નિચોડ હોય છે. લેખ કે તેના ક્રિએશન વાંચીને  પણ આપણું  શબ્દ ભંડોળ કે વિચારોમાં વૃધ્ધ થાય છે. આજે લોકો વાંચતા ન હોવાથી બોલવામાં કે રજૂઆત  સમયે  ગભરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.