Abtak Media Google News

જિલ્લામાં ૭/૧૨ના ૨૫.૬૪ લાખ પાનાનું ઓનલાઈન વેરીફિકેશન, ૧૬મીએ ૭/૧૨ની યાદીને કરાશે લોક

હવે વર્ષ ૨૦૦૫ પૂર્વેના ૭/૧૨ પણ અરજદારોને ઓનલાઈન મળી શકે તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી ચાલુ છે. જેમાં જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લામાં ૭/૧૨ના ૨૫.૬૪ લાખ પાનાનું ઓનલાઈન વેરીફીકેશન કરી નાખ્યું છે. આગામી ૨૬મીએ આ ૭/૧૨ની યાદીને લોક કરવામાં પણ આવનાર છે. ટૂંક સમયમાં જૂના ૭/૧૨ ઓનલાઈન મળતા શે એટલે અરજદારોને મામલતદાર કચેરીના ધક્કા તાં બચી જશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ૭/૧૨ના પાનાનું ઓનલાઈન વેરીફીકેશનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. હાલ જિલ્લાના ૨૫,૬૪,૯૭૪ ૭/૧૨ના પાનાનું ઓનલાઈન વેરીફીકેશન કરી નાખવામાં આવ્યું છે. જેમાં પડધરીમાં ૧૮૨૮૫૪, રાજકોટમાં ૩૭૮૧૮૦, લોધીકામાં ૬૬૧૬૬, કોટડા સાંગાણીમાં ૧૨૪૫૭૮, જસદણમાં ૨૩૦૪૮૨, ગોંડલમાં ૪૧૯૫૧૦, જામકંડોરણામાં ૧૯૪૭૨૦, ઉપલેટામાં ૩૦૮૫૨૮, ધોરાજીમાં ૨૦૮૦૮૬, જેતપુરમાં ૨૯૨૭૧૦, વિંછીયામાં ૧૧૧૮૧૦, રાજકોટ શહેર પૂર્વમાં ૨૦૮૯૦, રાજકોટ શહેર પશ્ર્ચિમમાં ૧૪૩૮૪, રાજકોટ શહેર દક્ષિરમાં ૧૨૦૭૬ પાનાનું ઓનલાઈન વેરીફીકેશન ઈ ચૂકયું છે. હવે આગામી ૨૬મીએ આ ઓનલાઈન યાદીને લોક કરી દેવામાં આવનાર છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૯૫૫ી લઈ અત્યાર સુધીના ૭/૧૨નો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કુવા, ધોરીયા, રસ્તા સહિતની વિગતોનો સમાવેશ કરાયો છે. આ ઓનલાઈન ડેટા તૈયાર યા બાદ હવે અરજદારોએ જૂના ૭/૧૨ માટે મામલતદાર કચેરીએ ધક્કા ખાવા પડશે નહીં. હકપત્રકની જેમ ૭/૧૨ પણ અરજદારોને ઓનલાઈન મળતા ઈ જશે. અગાઉ ૨૦૦૫ પૂર્વેના ૭/૧૨ માટે અરજદારોએ અરજી કરવી પડતી હતી. જેના આધારે મેન્યુઅલી ૭/૧૨ મળતા હતા પરંતુ હવે આ જૂના ૭/૧૨ પણ ઓનલાઈન મળતા ઈ જશે.

નવા કલેકટર માટે નવી ઈનોવા મંજૂર

નવા જિલ્લા કલેકટર રેમ્યા મોહન માટે રાજ્ય સરકાર દ્વારા નવી ઈનોવા કાર મંજૂર કરવામાં આવી છે. હાલ જિલ્લા કલેકટર ભાડા પટ્ટાની ઈનોવા કારનો વપરાશ કરી રહ્યાં છે. તેઓની જૂની કાર વાપરવા લાયક ન હોવાી ભાડાની કાર ઉપયોગમાં લેવાઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કલેકટર માટે નવી ઈનોવા કાર મંજૂર કરવામાં આવી હોવાનું જિલ્લા વહીવટી તંત્રમાંી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.