Abtak Media Google News

ટેક્સ માળખામાં પારદર્શકતા લાવી કરદાતાઓને રાહત આપવા  વર્ષ 2019માં સરકારે ફેસલેસ અસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેકસ્પેયર્સ ચાર્ટર એમ મહત્વની ત્રણ યોજના લાગુ કરી હતી. પરંતુ હાલ આમાંની એક સ્કીમ એટલે ફેસલેસ અપીલ સ્કીમ  બંધારણની જોગવાઈઓ વિરુદ્ધ હોવાનો સુર ઉઠ્યો છે. ટેક્સ કન્સલ્ટન્ટ્સ ચેમ્બરે આ સ્કીમની બંધારણીયતાને પડકારતી અરજી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી રોક લગાવવા માંગ કરી છે.

વ્યાવસાયિકોની સૌથી જૂની ઉદ્યોગ સંસ્થાઓએ દલીલ કરી છે કે કરદાતાઓના મનમાં આશંકા છે કે આ યોજના એકંદરે કર અંગેના નિર્ણય લેવાની પ્રક્રિયાને નુકસાન પહોંચાડશે. અરજીથી પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું કે, ઈ-પ્રોસીડિંગ અને ફેસલેસ કાર્યવાહીનો ખ્યાલ આકારણીના કિસ્સામાં પણ ઘણી વખત નુકસાનકારક છે.

પ્રક્રિયાને અપીલ કાર્યવાહી સુધી લંબાવવી એ એવી બાબત છે જે લોકોમાં આત્મવિશ્વાસને પ્રેરણા નહીં આપે. નોંધનીય છે કે આ ફેસલેસ કરદાતાઓ પર છટકબારી અને ટેક્સ ઈવેશનને લઈને જે કેસ ચાલી રહ્યા હોય તેની તપાસ કોણ કરી રહ્યું છે તે જાણકારી કરદાતાને હોતી જ નથી. ફિઝિકલ કોન્ટેકટ હોતો નથી. આની સામે ટેક્સ કન્સટન્ટસ પ્રશ્નો ઉઠાવી રહયા છે. અને કરદાતાઓને નુકસાન થાય છે તેમ જણાવી બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે.

‘વિવાદ સે વિશ્વાસ’ સ્કીમ રંગ લાવી; સરકારને 53 હજાર કરોડથી વધુની આવક 

આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘વિવાદ સે વિશ્વાસ’ સ્કીમ રંગ લાવી છે. ટેક્સના વિવાદ ઉકેલાતા સરકારની તિજોરી છલકાઇ છે.

સરકારને વિવાદ નિવારણ યોજના ‘વિવાદ સે વિશ્વાસ’ થી અત્યાર સુધીમાં 53,684 કરોડ રૂપિયા મળ્યા છે. આ અંગેની માહિતી નાણાં મંત્રાલયે આપી છે.

નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 99,765 કરોડ રૂપિયાના વિવાદિત કરના સંદર્ભમાં યોજના હેઠળ 1.32 લાખથી વધુ ઘોષણાઓ દાખલ કરવામાં આવી છે. સરકારે ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના હેઠળ કોઈ લક્ષ્ય નક્કી કર્યું ન હતું. આ યોજના કરદાતાઓ સાથેના સીધા કરવેરાના વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન માટે સ્વૈચ્છિક યોજના છે જેનાથી ઘણો ફાયફો થયો છે. જણાવી દઈએ કે આ યોજના હેઠળ જાહેરાત કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2021 હતી. જો કે, યોજના હેઠળ ચુકવણી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.