Abtak Media Google News

બોલિવુડમાં આજકાલ ખુશીઓના સમાચાર આવી રહ્યા છે બોલીવુડના ઘણા અભિનેતા અને અભિનેત્રી લગ્ન સંબંધમાં જોડાયા છે. ત્યારે બોલિવુડની વધુ એક એક્ટ્રેસનાં દિયા મિર્ઝા લગ્ન કરવા જઈ રહી છે.આ સમાચાર સ્પોટ બોય દ્વાર જાણવા મળ્યા છે.

Advertisement

Dia Mirza Instagram 900X600 1

 

દિયા મિર્ઝા અને વૈભવ રેખીએ લોકડાઉન દરમિયાન ઘણો સમય એક બીજા સાથે પસાર કર્યો હતો. બન્ને એક બીજાની ખૂબ નજીક આવ્યા હતા. દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરીના રોજ પોતાના બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કરશે . વૈભવ રેખી મુંબઈના બીઝનેસમેન અને ઈનવેસ્ટર છે.લગ્ન ધાર્મિક વિધિઓ સાથે મુંબઈમાં જ કરવામાં આવશે. એક એહવાલ મુજબ તેમના લગ્ન ખાનગી રીતે કરવામાં આવશે,ફકત વિશેષ મિત્રો અને પરિવારજનોને જ બોલાવવામાં આવશે.

150011915 1130515470750928 7996711691618183161 N

આ દિયા મિર્ઝાનાં બીજા લગ્ન હશે. તેણે પહેલાં સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા પરંતુ 11 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. 39 વર્ષીય દિયા મિર્ઝાનાં લગ્નના સમાચાર સાંભળીને તેના પ્રશંસકો આશ્ચર્ય પામ્યા છે. સોશિયલ મીડિયામાં તેના ચાહકોએ બન્નેને અભિનંદન પણ પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.