Abtak Media Google News

 

બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા અને રાજ કપૂરના સૌથી નાના પુત્ર એવા રાજીવ કપૂરનું આજ રોજ એટલે કે 9 ફેબ્રુઆરી મંગળવારના રોજ હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. ઋષિ કપૂરના અવસાન બાદ બીજા આશ્ચર્યજનક સમાચાર મળતાં કપૂર પરિવાર અને સંપૂર્ણ બોલિવુડમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.

આજે સવારે તેમની હાલત અત્યંત ગંભીર જણાતા તેમને હો્પિટલમાં ખસેડવામાં આવ્યા.હોસ્પિટલમાં લઈ ગયા બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ 1962નાં રોજ મુંબઈમાં થયો હતો.રાજ કપૂરના કારણે તેના પુત્રોને બધા જ ઓળખતા હતા પરંતુ તેમણે પોતાની ઓળખ ‘ રામ તેરી ગંગા મૈલી ‘ ફિલ્મ દ્વારા મળી હતી.તેની પ્રથમ ફિલ્મનું નામ ‘ એક જાન હૈ હમ ‘ હતી . ત્યારબાદ કપૂર પરિવારના 3 ભાઈઓએ ‘ હિના ‘ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

રાજીવ કપૂરે એક નિર્માતા તરીકે પણ બોલીવુડમાં પોતાની ભૂમિકા ભજવી હતી. તેમની નિર્માણ કરેલી ફિલ્મો નીચે મુજબ છે:

૧. આ અબ લોટ ચલે (૧૯૯૯)
૨.પ્રેમ ગ્રંથ (૧૯૯૬)
૩.હિના (૧૯૯૧ )

ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે તેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

https://www.instagram.com/p/CLEE5tJgt25/?utm_source=ig_embed

પોતાના જીવનમાં 58 વર્ષની ભમિકા ભજવ્યા બાદ તેમનું આજ રોજ દુઃખદ અવસાન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.