Abtak Media Google News

ખેડૂત ખેતીને કોર્પોરેટ લૂક આપી બ્રાન્ડીંગ, ગ્રેડીંગ, પેકીંગ કરતો થાય

સમસ્ત પાટીદાર સમાજ, માનવ કલ્યાણ મંડળ દ્વારા કૃષિ તાલીમ લેનારાઓને પદવી એનાયત કાર્યક્રમ સંપન્ન: ખેત ઉપજના સીધા વેચાણ માટે ઓર્ગેનિક મોલ ઉભો કરાશે

ખેડૂતો પગભર થશે તો જ આપણા દેશનો વિકાસ થશે તેમ સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ દ્વારા કૃષિ તાલીમાર્થીઓને પદવી એનાયત કાર્યક્રમમાં આગેવાનો, ઉઘોગપતિઓએ જણાવાયું હતું. સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ, દ્વારા સમગ્ર ગુજરાતમાં સર્વ પ્રથમ વખત સૌરાષ્ટ્રભરના ૪૦ એગ્રો અગ્રણી ડીલરોને કેન્દ્ર સરકારના ખેતીવાડી ખાતાના મેનેજ-હૈદરાબાદ દ્વારા ચાલતા ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર એક્ષ્ટેન્સન સર્વિસ ફોર ઈનપુટ ડીલર કોર્સે જે, એનટીઆઇ માન્યતા પ્રાપ્ત માનવ કલ્યાણ મંડળ સંસ્થા દ્વારા આખું વર્ષ રાજકોટ ખાતે વર્ગ ચલાવવામાં આવેલ, આ તાલીમાર્થીઓની કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ પરીક્ષામા પાસ થતા સંસ્થાએ સર્વોતમ સફળતા નું ૧૦૦% રિઝલ્ટ આવ્યું છે. આ તાલીમાર્થીઓને કૃષિ ડિપ્લોમા ડીગ્રી આપવાનો પદવીદાન સમારોહ યુનિ. રોડ, મુંજકા, સ્થિત સંસ્થાનાં “બા”નું ઘર મહિલા વૃધ્ધાશ્રમ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે સંસ્થાના ઇન્ટરનેશનલ અધ્યક્ષ ગોવિંદભાઈ વરમોરા (શનહાર્ટ ગ્રુપ) એ પોતાના વક્તવ્યમાં કહ્યું કે આ પદવી ફક્ત લાયકાત નથી પણ તમારી જવાબદારી છે. ખેડૂતોને આપે મેળવેલ જ્ઞાન પીરસવાનો મોકો આ સંસ્થાએ તમને આપ્યો છે. ખેડૂતો પગભર થાશે તો જ આપણા દેશનો વિકાસ થાશે, હું અને અમારી આ સંસ્થા આપણા આ ખેડૂતોના ઉત્કર્ષ માટે હમેંશા તત્પર રહીશું સાથે શક્ય તેટલી મદદ કરવા પણ તેઓએ હાકલ કરી હતી.

સંસ્થાના ઇન્ટરનેશનલ ઉપાધ્યક્ષ  ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ) એ પોતાના વક્તવ્યમાં કહ્યું કે અમારી આ સંસ્થા દ્વારા આપ ખેડૂતોનું સંગઠન કરી ઓર્ગેનિક અને સારી ક્વોલીટીનું ઉત્પાદન કરો જે અમો સારા ભાવથી ડાયરેક્ટ ખરીદી લેશું પણ અમારી સંસ્થા ત્યાં આવી ચેક કરશે કે આ ઉત્પાદન ખરેખર ઓર્ગેનિક છે કે નહિ, અને જણાવેલ કે અમોએ ધાનેરા થી ડીસા સુધી અનેક ખેડૂતો પાસે હોલેન્ડ નાં બટાટા વાવડાવી વર્ષે ૬૦ હાજર ટન બજાર કિ મતથી ઊંચા ભાવે ખરીદી કરીએ છીએ, અને તેમને નાની સાઇજનાં બટેકા કોઈ ખરીદાતું નહતું તેના માટે પણ અમોએ પાવડર પ્લાન્ટ ઉભો કરી તેની પણ ખરીદી કરીએ છીએ, આપ બધા સહકારી ખેતી કરો અને ડ્રીપ નો ઉપયોગ અને ગાય આધારિત ખેતી કરી સારામાં સારું ઉત્પાદન કરો તેવી દરેક ખેડૂતોને  તેમણે અપીલ કરી હતી.

સંસ્થાના ચેરમેન મુકેશભાઈ મેરજાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે અમારી આ સંસ્થા ખેડૂતો માટે “ખેડૂત ઉત્કર્ષ પ્રોજેક્ટ” દ્વારા  ઓલ ઓવેર કેપેસિટી બિલ્ડીંગ નું કામ કરશે ગામડે ગામડે શિબિરો દ્વારા ઓછા ખર્ચે અને વધુમાં વધુ ઉત્પાદન માટેનું જ્ઞાન અને સાથે ડાયરેક્ટ સિટીમાં વેચાણ વ્યવસ્થા ઓર્ગેનિક મોલ ઉભો કરી કરી આપશે, સાથે સાથે આર્થિક, સામાજિક, શૈક્ષણીક, મુશ્કેલીઓ માટે પણ મદદરૂપ થાશે, ખેડૂત હવે ખેતીને કોર્પોરેટ લુક આપે અને પોતાની બ્રાંડ, ગ્રેડીંગ, અને પેકિંગ કરતો થાય તેવી આશા વ્યક્ત કરી હતી. સંસ્થાના પ્રમુખ  ગીતાબેન પટેલે બધા તાલીમાર્થીઓને અભિનંદન આપતા તેઓને ગુજરાતભરમાં સર્વ પ્રથમ મળેલી ડીગ્રી અને તેની વેલ્યુ સમજાવી હતી સાથે સાથે પોતે મેળવેલ જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ અને સંસ્થાની પ્રવૃતિઓને ખેડૂતો માટે કેમ વધુ ઉપયોગી થઇ શકે તે સમજાવી આ સંસ્થામાં વધુને વધુ લોકોને જોડવા અપીલ કરી હતી.

Img 20210213 Wa0009

કૃષિ વૈજ્ઞાનિક અને સંસ્થાના ટ્રસ્ટી, એગ્રીકલ્ચર પ્રોજેક્ટ ચેરમેન ડો. વી.એન.પટેલે બે રીયલ ઓર્ગેનિક ખેતી પદ્ધતિ માટે ટેકનીકલ માર્ગદર્શન અને બિયારણ તેમજ દેશી ખાતર અને ફૂડ વેસ્ટ તેમજ અળસિયાનો કેમ ઉપયોગ કરવો તેની સવિસ્તાર માહિતી આપી હતી અને માનવ કલ્યાણ મંડળની કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ સંસ્થા સાથે જોડાયેલ ખેડૂતોનાં ખેતરે રૂબરું આવીને માર્ગદર્શન આપશે તેવી સંસ્થા વતી જાહેરાત કરી હતી.

માનવ કલ્યાણ મંડળનાં મહામંત્રી  વિભાબેન મેરાજાએ આરોગ્ય માટે ઓર્ગેનિક ફૂડ કેટલું જ‚રી  છે. અને આ કેમિકલ યુક્ત શાકાભાજી કે ખેત પેદાસ માનવ સરીર માટે કેટલી હાનિકારક છે, તે બાબતે અને ગાય આધારિત ખેતી કરવાથી અને પેસ્ટીસાઇડ તેમજ કેમિકલ યુક્ત ખાતરો થી આપણા શરીરમાં કેટલું નુકશાન થાય છે તે સમજાવી આ બાબતે દરેક ખેડૂતોને જાગૃત કરવા અપીલ કરી હતી.

આ પદવીદાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ), ગોવિંદભાઈ વરમોરા (શનહાર્ટ ગ્રુપ), વલ્લભભાઈ કટારિયા, કટારિયા ગ્રુપ ઓફ કંપની, શિવલાલભાઈ આદ્રોજા (એન્જલ પંપ), ધરમશીભાઈ સીતાપરા, ગેલેક્ષી સ્ટેમ્પિંગ, દિનેશભાઈ પટોળીયા, ઉધોપતિ, જીગ્નેશભાઈ પટોળીયા, કૃષિ વૈજ્ઞાનિકો ડો. વી.એન. પટેલ, ડો. જે.એચ. ચૌધરી, ડો.બી.બી.કાબરિયા, ડો. જે.કે.કાસુન્દ્રા, ડો. ગોવિંદ ભાલાળા, અને જયેશ ડી. જાદવ, બાબુભાઈ છૈયા, તેમજ માનવ કલ્યાણ મંડળ-ગુજરાતનાં ચેરમેન મુકેશભાઈ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન મેરજા, નાં હસ્તે ૪૦ તાલીમઆર્થીઓ પદમીઓ એનાયત કરવામાં આવી હતી.

આ શિબિરનો લાભ ઘણા ખેડૂતમિત્રોએ લીધેલ હતો, આ વખતે બહોળી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી, આ ખેતી લક્ષી સમગ્ર કાર્યક્રમનું સબ્દોની સુસંગત આનંદની છળો સાથે હ્રદયસ્પર્શી સંચાલન સંસ્થાની ટ્રસ્ટી શ્રી દીપકભાઈ બ્રહ્મભટ્ટ સાહેબે કરેલ હતું, વધુ વિગત માટે સંપર્ક મુકેશભાઈ મેરજા, મો- ૯૪૨૬૭૩૭૨૭૩, માનવ કલ્યાણ મંડળ-ગુજરાત, ૩-ગંગા જમુના સરસ્વતી ટાવર યુનિ. રોડ. ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.