Abtak Media Google News

આધુનિક યુગમાં ખેતીમાં હવે આધુનીક વિજ્ઞાન આશિર્વાદરૂપ

ખેતીપ્રધાન ભારતમાં કિશાનોની પરંપરાગત ખેતી પઘ્ધતિ અને દાયકાઓ નહિ પરંતુ સદીઓ જુની પ્રાચીન ખેતીની સંસ્કૃતિ વિશ્વભરમાં કંઇક નોખી અનોખી તરી આવે છે. અલબત હવે આધુનિક યુગમાં જયારે ખેતી સામે પાણી પર્યાવરણની બદલતી જતી પરિસ્થિતિ કૌશલ્યવાન ખેડુતોને ઉપણ જેવા પડકારુપ પરિબળોને પહોંચી વળવા ખેતીમાં પણ આધુનિક વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ આવશ્યક બન્યો છે. ત્યારે ભારતના ગ્રામ્ય કિશાનો માટે હવે આર્ટિફીશીયલ ઇન્ટેલીજીયન્સ (એ.આઇ) એવી રીતે આર્શિવાવરુપ બને શકે છે કે તેની નવી દિશા મહારાષ્ટ્રના એક યુવા ખેડુતે આપી છે.

Advertisement

ગયા વર્ષે મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના એક યુવા ખેડુતે પોતાના ત્રણ એકરના ખેતરમાં ઉભેલા કપાસનું પાક એકાએક ગુલાબી ઇયળોથી ધેરાઇને નાશ પામવાને આરે પહોંચી ગયું ત્યારે યુવા ખેડુતે ગુલાબી ઇયળોના ઉપદ્રવથી પાકને બચાવવા ‘એેઆઇ’ ટુલ્સનો ઉપયોગ કરીને એક એક નવી રાહ બતાવી હતી. મહારાષ્ટ્રના હજારો ખેડુતો છેલ્લા કેટલાક વર્ષોથી ગુલાબી ઇયળોના ઉપદ્રવની સમસ્યા સાથે ખેતીમાં સંઘર્ષ કરી રહ્યા છે. બી.ટી. બિયારણ અપનાવ્યા છતાં આ સમસ્યાથી ખેડુતો ઉગરી શકયા નથી. ખેડુતો માટે ગુલાબી ઇયળોના ઉપદ્રવને રોકવા માટે દવાના છંટકાવ માટે સમય અને માનવશ્રમનો અભાવનો પ્રશ્ન સતાવતો હતો અને ખેડુતો સરકારી સંશોધનો અને દવાઓ પર નિર્ભર હતા. ત્યારે દવાના છંટકાવ માટે મહારાષ્ટ્રના યુવાન ખેડુતની એ.આઇ. ટુલ્સના માઘ્યમથી દવા છંટકાવ કરવાની પહેલ ક્રાંતિકારી બની રહેશે. યુવા ખેડુતે સ્માર્ટફોન દ્વારા સંચાલીત ગુલાબી ઇયળોની દવાના છંટકાવની શોધ કરીને રાજયના ખેડુતો માટે ચમત્કાર સજયો છે. આ સાધન મુંબઇની વાધવાણી આર્ટિફીશિય ઇન્ટેલીજીયન્સ ઇન્સ્ટુયુટીટ  દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ખેડુતો દ્વારા ખેતરના ગુલાબી ઇયળના ઉપદ્રવના ફોટા ફોન ઉપર અપલોડ કરીને વાધવાણી ઇન્સ્ટીટયુટ દ્વારા તેનું પૃથ્થકરણ કરીને ખેડુતો અને સરકારની લોકભાગીદારીથી આ સાધન તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

ગયા વર્ષે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિફીશિયલ ઇન્ટેલીજીયન્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટ નો ઉદધાટન કરવામાં આવ્યો હતો. અને પેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશનના ઉપયોગ સામેના પડકારોને પહોંચી વળવા નવા સંશોધન માટે ર મીલીયન અમેરિકન ડોલરની ગ્રાન્ટ ગુગલ પાસે મેળવવા હિમાયત કરવામાં આવી હતી.

કપાસના ગુલાબી ઇયળના ઉપદ્રવ સામેના આ એ.આઇ. ટુલ્સ, સ્માર્ટફોન અને અન્ય ટેકનોલોજીથી ખેડુતો ખેતરથી દુર રહીને પણ ઉપયોગ કરી શકશે. ખેડુતો ખેતરના ફોટાઓ અને ગેપીંગ સિસ્ટમના ફોટા ફોન ઉપર જ મેળવીને પાક સંરક્ષણની પ્રવૃતિ અને દવાનો છંટકાવ કરી શકશે.

વાધવાણી ‘એ.આઇ’ ની આ પ્રોડકટમાં આધુનિક ટેકનોલોજીને કારણે કપાસના બગડતા પાકને બચાવીને વર્ષે આવતી કરોડો રૂપિયાની ખોટ અટકાવી શકાશે. એ.આઇ. ના વાઇસ પ્રેસિડેન્ટ રધુ ધર્મરાજએ જણાવ્યું હતું કે પેસ્ટ મેનેજમેન્ટના વાધવાણી એ.આઇ. ટુલ્સને કપાસની જેમ અન્ય પાક માટે પણ તૈયાર કરવામાં આવશે એ.આઇ. સંચાલીત ટેકનોલોજીના સંચાલન માટે ગ્રામ્ય વિસ્તારોમાં નબળી નેટ સેવા અને ખેડુતોમાં શીક્ષણના અભાવ જેવા પડકારો અવરોધરુપ  બની રહ્યા છે. કપાસમાં દવા છંટકાવ અને ગુલાબી ઇયળ જેવા કિટક નિયંત્રણ સાધનો અત્યારે નાના પાયે સ્માર્ટ ફોન આધારે ઓફ લાઇન ઉપયોગ માટે બજારમાં મુકયા છે. અલબત એ.આઇ. ટુલ્સ ભારતની ખેતીની સંપૂર્ણ સમસ્યા નિવારણ માટે પુરતા નથી. એ.આઇ. દ્વારા પાંચ સેક્ધડનો વિડીયો નવા ઉપદ્રવ પામેલા ગુલાબી ઇયળ અને કેટલાક સંકેતો માટે આશીર્વાદરુપ બનશે અત્યારે ફિલ્ડવર્ક માટે ૧.૨૫ મીલીયન આરોગ્ય કાર્યકરો દરરોજ ફિલ્ડમાં જાય છે. હવે સ્માર્ટફોનની મદદથી ફિલ્ડ વર્કની આ કવાયત ઘટી જશે વાધવાણી એ.આઇ. ઇન્સ્ટીટયુટ જેવી સંસ્થાઓ ખેતીમાં એ.આઇ. ટુલ્સના ઉપયોગની સાથે સાથે શિક્ષણ, આરોગ્ય પર્યાવરણ, આંતર માળખાકીય પ્રવૃતિઓમાં આર્ટિફીશિયલ ઇન્ટેલીજીયન્સ આધારીત સાધન સામગ્રીનો વધુને વધુ ઉપયોગ કરીને અનેક સામાજીક સમસ્યાનો સામનો કરવા માટે સંશોધન કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.