હવે, ‘રોકડી’માં જમાવટ: વોટસએપ દ્વારા પેમેન્ટ કરવું છે ?? તો જાણી લો આ સરળ રીત !!

SBI, ICICI, HDFC અને એકિસસ એમ મહત્વની બેંકો સાથે વોટસએપ પેના કરાર: પેમેન્ટ સર્વિસ દ્વરા ‘ડીજીટલ સેવા’ માં મચાવશે ધુમ

આજના વિકસતા જતા આધુનિક યુગમાં ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ વધતા ડિજીટલ સેવનો વ્યાપ પણ વઘ્યો કે, પૈસા સહિતની લેવડ-દેવડ ઓનલઇાન થઇ છે. ત્યારે આ ક્ષેત્રે દરેક કંપનીઓ ઝંપલાવી રહી છે. મેસેજીંગ એપ વોટસએપે પણ ઓનલાઇન પેમેન્ટ સર્વિસ શ‚ કરી છે. આથી, વોટસએપ હવે, ‘રોકડી’ કરવામાં પણ જમાવટ કરવાનું છે. આ માટે વોટસએપે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક અને એડિસિસ  એમ મહત્વની ચાર બેંકો સાથે કરાર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ફેસબુકની માલીકીની વોટસએપ કંપનીએ પેમેન્ટ સેવા શરુ કરવા માટે ગત વર્ષે જાહેરાત કરી હતી. ગત નવેમ્બર માસમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વોટસએપને ૧૬૦ બેંકો સાથે જોડાણ માટેની અનુમતિ પ્રદાન કરી હતી આ મંજુરીથી વોટસએપ હવે માત્ર મેસેજ પુરતું જ નથી રહ્યું પણ પૈસાની ઓનલાઇન લેતી-દેતીનું પણ માઘ્ય બની ગયું છે. તાજેતરમાં ફેસબુક ફયુલ ફોર ઇન્ડિયાના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં  વોટસએપના યુ.પી.આઇ. એક પરિવર્તનકારી સેવા છે. જે ડીજીટલ અર્થવસ્થા માટેનો એક મહત્વનો આધાર સ્તંભ છે. લોકો વોટસએપના માઘ્યમથી સ્થાનીક બેંકોમાં ધકકા ખાયા વગર સુરક્ષીત રુપથી અને સરળતાથી પૈસાની લેવડ-દેવડ કરી શકશે.

વોટસએપ પે દ્વારા પેમેન્ટની સરળ રીત

વોટસએપ પે એપ્લિકેશનનો ઉપયોગ એન્ટ્રોઇડ અને આઇફોન એમ બન્ન ફોન પર થઇ શકશે. આ માટે યુઝર્સ પોતાનું બેંક એકાઉન્ટ વોટસએપ સાથે જોડવું પડશે.

એકાઉન્ટ ખોલવા માટે

સ્ટેપ-૧ :- સૌ પ્રથમ વોટસએપ પે ખોલી ઉપર જમણી બાજુ રહેલા ત્રણ ડોટ પરશ કિલક કરી શેટીંગમાં જાઓ.

સ્ટેપ- ર :- પેમેન્ટ પર કિલક કરી ‘એડ પેમેનેટ મેથડ’  સિલેકટ કરી ત્યારબાદ  એસેપ્ટ અને ક્ધટીન્યુ પર કિલક કરો

સ્ટેપ- ૩ :- બેંકોની યાદી દેખાશે જેમાંથી પેમેન્ટ કરવા માટે તમારી બેંકન સિલેકટ કરો. (વોટસએપ નંબર બેંક સાથે જોડાણ સેવા જ‚રી ) માહિતી નાખ્યા બાદ વેરિફીકેશન કોડ આપશે.

સ્ટેપ – ૪:- વેરિફીકેશન પૂર્ણ  થયા બાદ એક મેસેજ આવશે જે તમારો યુપીઆઇ પીન રહેશે. જેનાથી પેમેન્ટ થઇ શકશે.

પેમેન્ટ કરવા માટેની પ્રક્રિયા:-

સ્ટેપ – ૧:- જે વ્યકિત સાથે પૈસાની લેવડ-દેવડ કરવી છે તેની ચેટ બોકસ ખોલી અટેચ ઓપ્શન પર કિલક કરો.

સ્ટેપ – ર :- ‘પેમેન્ટ’ સિલેકટ કરી કન્ટિન્યુ પર ટેપ કરો.

સ્ટેપ – ૩:- કન્ટિન્યુ પર કિલક કર્યા બાદ ડીબટ કાર્ડની માહિતી વેરિફાઇ કરી.

સ્ટેપ – ૪:- ડેબિટ કાર્ડના છેલ્લા છ આંકડા નાખો

સ્ટેપ – પ:- ડેબિટ કાર્ડની એકસપાયરી ડેટ નાખી ડન પર કિલક કરો.

સ્ટેપ – ૬:- ત્યારબાદ યુપીઆઇ પીન સેટઅપ કરો

સ્ટેપ – ૭:- આટલી પ્રક્રિયા બાદ ઓટીપી આવશે જે વેરિફીકેશન દ્વારા ઓટોમેટિક જ ડાયલ થઇ જશે.

સ્ટેપ – ૮:- ત્યારબાદ યુ.પી.આઇ. પીન જનરેટ થશે જે સેટઅપના બોકસમાં નાખી સબમીટ કરવાનું રહેશે.

સ્ટેપ – ૯:- યુપીઆઇ સેટ થયા બાદ, જેને પૈસા મોકલવાના છે અને વ્યકિતનું ચેટ બોકસ ફરી ખોલી એચ પર ટેપ કરી, પૈસાની રકમ નાખી ઓકે કરો.