Abtak Media Google News

જિલ્લા તથા તાલુકા પંચાયતોને કેન્દ્રની ગ્રાન્ટ સીધી મળશે તેમ સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું. જામનગર ના સાંસદે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ સુવિધાને સમર્પિત છે તે માટે અનેક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવ્યા છે અને ગ્રામપંચાયતોને સીધી જ નાણાકીય સહાય વિકાસ માટે પહોંચે છે તેને જ બે સ્ટેપ આગળ વધારીને કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને પણ એવી જ રીતે 15માં નાણાં પંચની વિકાસ ગ્રાન્ટની રકમ સીધી જ આપવામાં આવશે. જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ વહીવટી સરળતા અને પારદર્શી વહીવટ દ્વારા વિકાસયાત્રાને વધુ વેગ આપવ સંસદમાં પણ ભારપૂર્વક રજુઆત કરી હતી. આ રજૂઆતને અનુસંધાને સરકારે હકારાત્મ અભિગમ દાખવી રજૂઆત ગ્રાહ્ય રાખી છે. જેને લઈને હવે આગામી સમયમમા જિલ્લાઓ અને તાલુકા પંચાયતોને મળતી કેન્દ્રની ગ્રાન્ટની રકમ સીધી જ જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જ જમા થશે. સરકારના હકારાત્મ અભિગમને કારણે વિકાસ યાત્રાને વધુ વેગ મળશે. સરકારના આ નિર્ણય બદલ તેઓએ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ કૃષિ રાજ્યમંત્રી પૂરુષોત્તમ રૂપાલાનો આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.