Abtak Media Google News

દરેક યુવતીનું સપનું હોય છે સુંદર, ચમકદાર, સ્વથ્ય અને મેનેજેબલ વાળા. સ્ટ્રેટ વાળા મેનેજ કરવામાં સૌથી સરળ અને દેખાવમાં સૌથી સુંદર હોય છે પરંતુ નશીબદાર યુવતીઓને જ જન્મથી સ્ટ્રેટવાળ હોય છે.

Advertisement

– તમારી પસંદગીના તેલને ગરમ કરો. તેમાં ઓલિવ ઓઇલ બેસ્ટઠ અથવા સરસિયાનું તેલ રહેશે. આ તેલની ૧૫ થી ૨૦ મિનિટ માથામાં માલિશ કરી હવે હુંફાળો ગરમ ટુવાલ વાળમાં વીટો અને ૩૦ થી ૪૦ મિનિટ તેમજ રહેવા દો.

– અડધો કપ દુધ અને પાણીને મિક્સ કરી એક સ્પ્રે બોટલમાં ભરી લો. પોતાના વાળમાંથી ગૂંચ કાઢી તેની પર દૂધ અને પાણીનું આ મિક્ચર સ્પ્રે કરી અડધા કલાક સુધી આવી જ રીતે વાળને રહેવા દો ત્યાર બાદ કાયમની જેમ શેમ્પુ તેમજ કંડિશનર કરો.

– નારિયેળના દૂધમાં સ્ટ્રેટનિંગ, માઇશ્ર્રાઇઝિંગ, એન્ટિ- બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ પ્રોપર્ટીઝ હોય છે. એક કપ નારિયેળના દુધમાં એક લીંબુનો રસ મિક્સ કરી એક જારમાં નાખી, થોડા કલાક માટે ફ્રિઝમાં રાખી દો તેની ઉપર એક ક્રીમી લેયર બની જશે. તેને નીકાળીને પોતાના વાળમાં લગાવો પછી વાળને  માઇલ્ડ શેમ્પુથી ધોઇ લો.

– ઇંડુ અને ઓલિવ ઓઇલના ઉપયોગથી વાળને સ્ટ્રેટ એન્ડ સિલ્કી થઇ જશે. ૨ ઇંડા અને ૪ ટેબલસ્પુન ઓલિવ ઓઇલની સાથે ફરી લો અને પછી તેને વાળ અને સ્કાલ્પમાં લગાવો. હવે પોતાના વાળને મોટા દાતાવાળા કોમ્બથી કોમ્બ કરે ૩૦.૩૫ મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ શેમ્પુ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.