Abtak Media Google News

ભારતમાં પ્રથમ વખત ખોપડીનું ઇમ્પ્લાન્ટ: ૪ વર્ષની બાળકીને નવજીવન મળશે

ટેકનોલોજી અને મેડીકલ સાયન્સના સમન્વયથી કોઇપણ ચમત્કાર થઇ શકે છે. માટે જ ભારતમાં ડોકરોને ભગવાન કહેવામાં આવે છે. તેવી જ એડવાન્સ મેડીકલની ઘટના સામે આવી છ અત્યાર સુધી આપણે કિડની અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે સાંભળ્યું હશે પણ હવે નકલી ખોપરીનું પણ ઇમ્પ્લાન્ટ ભારતીય ડોકટરોએ શકય કરી બતાવ્યું છે.

Advertisement

પુનાની ૪ વર્ષની બાળકીને ત્રણ પરિણામ દ્વારા પોલીથીલેન બોનથી બનેલી ખોપરી ઇમ્લાન્ટ કરી નવજીવન આપવામાં આવી રહ્યું છે. બાળકીની ખોપરી સચોટ માપ મુજબ અમેરિકામાં બનાવવામાં આવી હતી. આ ઓપરેશન ભારતમાં પ્રથમ વખત થયા હોવાનો ડોકટરોનો દાવો છે. ગત વર્ષે ૩૧મી મેના રોજ શ્રીવાલ નજીક ૪ વર્ષીય બાળકીનું ફોરવીલ સાથેના આકસ્માત દરમ્યાન તેની ખોપડીમાં ખુબ જ નુકશાન થયું હતું.

બે ઓપરેશન બાદ તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી હવે ફરીથી તેને દાખલ કરી સ્કલ ઇમ્લાન્ટની સર્જરી કરવામાં આવી છે. બાળકીની માતાએ કહ્યું કે મારી દિકરી હવે સ્કુલે જાય છે અને મિત્રો  સાથે રમે છે. અમે ખુબ  જ ખુશ છીએ. તેના પિતા બસ ડ્રાઇવર છે.

ઓપરેશનને સફળ બનાવનાર ભારતીય હોસ્પિટલના ડો. જીતેન્દ્ર ઓસવાલે કહ્યું કે, જયારે બાળકીને દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત ખુબ જ ગંભીર હતી માટે અમે તરત જ તેને વેન્ટીલેટરનો સહારો આપ્યો સીટી સ્કેનના રિપોર્ટમાં સામે આવ્યું કે તેના મગજ સાથે જોડાયેલી ખોપડીમાં ફ્રેકચર થયું છે જેથી મગજમાં એડીમા નામનું પદાર્થ પ્રવેશી રહ્યું છે.

દાખલ કર્યાની ૪૮ કલાકમાં પણ તેની કંડીશન ન સુધરતા ફરીથી સીટી સ્કેન કરાતા ટ્રોમેટીક બ્રેઇન ઇન્જરી હોવાનું માલમ પડયું હતું જેને કારણે બાળકીનું આખુ મગજ સ્થાન ગુમાવી ખસી ગયું હતું. જયારે મેડીકલ થેરાપીની અસર નિષ્ફળ રહી ત્યારે ન્યુરોસર્જને તેની ખોપડીને કાઢી લઇ નવી ઇમ્લાન્ટ કરી હતી. સર્જરી બાદ તેની સારવાર અને રિકવરી સરખી રીતે થઇ હતી અને બે મહીના બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. જો કે તેની ખોપડીમાં રહી ગયેલ કેવિટીને કારણે બાળકી ઇમોશ્નલી ડિસ્ટર્બ થઇ છે માટે ખુબ જ ઓછા મિત્રો ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.